*આદિવાસી બંધુઓના વિકાસ માટે બજેટમાં અનેક જોગવાઈ કરી સમાજના ઉત્થાન માટે સરકાર સતત પ્રયત્નો કરી રહી છે – ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક શ્રી કૌશિકભાઈ વેકરીયા*
*ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક શ્રી કૌશિકભાઈ વેકરીયા અને ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે….
ભરૂચ જીલ્લામાં રૂ. ૪૦૮.૯૦ લાખના ૧૯૬ કામોનું ઇ-લોકાર્પણ અને ૬૪૦.૦૦ લાખના ર૮૦ કામોનું ઇ-ખાતમૂહર્ત કરાયું
ભરૂચ જીલ્લાના ૧૯૬ આદિજાતિ લાભાર્થીઓને ૧૦ર.૪૩ લાખના ખચે વિવિઘ યોજનાઓના મંજુરી૫ત્ર / ચેક / મંજુરી હુકમ પણ એનાયત કરાયા
આદિવાસી સમાજના પ્રગતિશીલ ખેડૂત, રમતવીરો, અને શિક્ષણત્રક્ષેત્રે અગ્ર હરોળના વિદ્યાર્થીઓ/ આદિવાસી બંધુઓનું ઉપસ્થિત મહાનુભાવોને સાલ અપર્ણ કરી સન્માન કરાયું
ભરૂચ: શુક્રવાર- આદિજાતી વિકાસ વિભાગ ગુજરાત રાજ્ય દ્નારા આયોજિત તથા જિલ્લા વહીવટીતંત્ર, ભરૂચ દ્વારા સંચાલિત વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક શ્રી કૌશિકભાઈ વેકરીયાની અધ્યક્ષતામાં ડી.પી.શાહ વિદ્યામંદિર, રાજપારડી ખાતે ઉત્સાહપૂર્વક ઉજવણી કરાઈ હતી.
ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક શ્રી કૌશિકભાઈ વેકરીયા અને મહાનુભાવોના હસ્તેરાજપારડી ખાતે ભગવાન બિરસા મુંડાની પ્રતિમાને ફુલહાર ચઢાવી પરંપરાગત વાદ્ય, રંગારંગ સાંસ્કૃતિક નૃત્યો સાથે વિશાળ રેલી યોજાઈ હતી. જ્યારે કાર્યક્રમના સ્થળે દીપપ્રાગટ્ય કરી આદિવાસી કુળદેવી યાહામોગી માતા અને ભગવાન બિરસા મુંડાનું પરંપરાગત રીતરિવાજથી પુજન-અર્ચન કરવામાં હતું.
કાર્યક્રમની શરૂઆતમાં પ્રાયોજના વહીવટદાર શ્રી યોગેશ કાપસેએ વિશ્વ આદિવાસી દિવસની શુભકામનાઓ આપી પ્રસંગને અનુરૂપ પ્રાંસગિક પ્રવચન કર્યુ હતું.
મંચસ્થ પદાધિકારીશ્રીઓ અને વહિવટી તંત્રના અધિકારીશ્રીઓને પ્રાકૃતિક સંસ્કૃતિને પોષતું વારલી પેઈન્ડીંગ અને ભગવાન બિરસા મુંડાની વાંસમાંથી બનાવેલી પ્રતિકૃતિ અને તિરકામઠું આપી આદિવાસીઓના સન્માનને વધાવ્યું હતું.
આ કાર્યક્રમ અન્વયે ગુજરાત સરકારની દસ્તાવેજી ફિલ્મનું નિદર્શન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ અન્વયે જિલ્લા પંચાયત પ્રમુખશ્રી મહેન્દ્રસિંહ વાંસદીયા અને ઝઘડીયાના ધારાસભ્ય શ્રી રિતેશભાઈ વસાવાએ કાર્યક્રમ અનુરૂપ પ્રાસંગિક પ્રવચન કર્યું હતું.
આ તબક્કે ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક શ્રી કૌશિકભાઈ વેકરીયાએ સંબોધન કરતા જણાવ્યું કે, “વિશ્વ આદિવાસી દિવસની ઉજવણીમાં ભાગીદારી થવા માટે તમામ આદિવાસી ભાઈ- બહેનોને આજના દીવસની શુભકામનાઓ પાઠવી હતી. આજનો દિવસ આદિવાસી સમાજ માટે ગૌરવપૂર્ણ દીવસ છે. દેશના યશસ્વી વડાપ્રધાનના નેતૃત્વમાં માન.મુખ્યમંત્રીશ્રીની સરકારે આદિવાસી બંધુઓના વિકાસ માટે બજેટમાં અનેક જોગવાઈઓ કરી સમાજના ઉત્થાન માટે સતત પ્રયત્નો કરી રહ્યા છે. આદિજાતિ પરિવારોને અનેક કલ્યાણલક્ષી યોજનાઓથી માળખાકીય સુવિધાઓ પૂરી પાડી તેઓના વિકાસ માટે સરકાર મક્કમ પણે આગળ વધી રહી છે.
આદિવાસી સમાજનો ઈતિહાસને વાગોળતા કહ્યું કે, આદિવાસી સમાજનો ભવ્ય ઈતિહાસ રહેલો છે. સમાજની રક્ષા કાજે અને આઝાદીની લડતમાં અનેક આદિવાસીઓએ પોતાના પ્રાણોનું બલિદાન આપ્યું છે. આમ અનેક જગ્યાએ આદિવાસી સમાજનો ખૂબ મોટો ફાળો રહ્યો છે.
વડાપ્રધાને શરૂ કરાવેલી વનબંધુ કલ્યાણ યોજના હેઠળ હાથ ધરવામાં આવેલી વ્યાપક વિકાસલક્ષી પ્રવુત્તિઓએ સામાજિક-આર્થિક સ્તિથિમાં નોંધપાત્ર સુધારો થયો છે. આજના સમયમાં આદિજાતિ વિકાસની વિવિધ કલ્યાણકારી યોજનાઓ અને માળખાકીય સુવિધાઓ દ્વારા આદિજાતી વિસ્તારનો સર્વાંગી વિકાસ થાય તેવો રાજ્ય સરકારનો ધ્યેય રહેલો છે.
વધુમાં તેમણે જણાવ્યું કે, આદિજાતિ વિકાસ વિભાગ દ્વારા આદિવાસી સમુદાયોના વિકાસ માટે શિક્ષણ માટે પ્રિ અને પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ, યુનિફોર્મ સહાય, વિદ્યાથીની માટે વિદ્યા સાધના યોજના, એકલવ્ય મોડેલ રેસિડેન્શિયલ સ્કૂલ, આદર્શ નિવાસી શાળા, છોકરાઓ અને છોકરીઓ માટે છાત્રાલયો, વ્યક્તિગતલક્ષી યોજનાઓ પણ અમલી બનાવી છે.
આ તકે, ભરૂચ જીલ્લાના આદિવાસી વિસ્તારમાં રૂ. ૪૦૮.૯૦ લાખના ૧૯૬ કામોનું ઇ-લોકાર્પણ ૬૪૦.૦૦ લાખના ર૮૦ કામોનું ઇ-ખાતમૂહર્ત ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક શ્રી કૌશિકભાઈ વેકરીયા અને ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે કરવામાં આવ્યું હતું. અને ભરૂચ જીલ્લાના ૧૯૬ આદિજાતિ લાભાર્થીઓને ૧૦ર.૪૩ લાખના ખચે વિવિઘ યોજનાઓના મંજુરી૫ત્ર / ચેક / મંજુરી હુકમ પણ એનાયત કરવામાં આવ્યા હતા.
આ પ્રસંગે, મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના અધ્યક્ષસ્થાને સાંબરકાઠા જિલ્લાના ખેડબ્રહ્મા તાલુકાના નવી મેત્રાલ ખાતે આયોજિત વિશ્વ આદિવાસી દિવસના રાજ્ય કક્ષાના કાર્યક્રમનું જીવંત નિદર્શન ઉપસ્થિત સૌએ નિહાળ્યું હતું.
આદિવાસી સમાજના પ્રગતિશીલ ખેડૂત, રમતવીર, અને શિક્ષણમાં અગ્ર હરોળના વિદ્યાર્થીઓ/ આદિવાસી બંધુઓનું ઉપસ્થિત મહાનુભાવોને સાલ અપર્ણ કરી સન્માન કરવામાં આવ્યું હતું. અને રંગારંગ કાર્યક્રમો રજૂ કરનાર તમામ બાળકોને મોમેન્ટો અને ઈનામ સાથે અભિવાદન પણ કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં ભરૂચ જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી મહેન્દ્રસિંહ વાંસદીયા, ઝઘડીયાના ધારાસભ્ય શ્રી રિતેશભાઈ વસાવા, લાઠીના ધારાસભ્ય શ્રી જનકભાઇ તડાવીયા તેમજ ગુજરાત સ્ટ્રેટ એજ્યુકેશન સોસાયટી ગાંધીનગર નિયામક શ્રી જયંત કિશોર, જિલ્લા કલેક્ટરશ્રી તુષાર સુમેરા પ્રાયોજના વહીવટીદાર શ્રી યોગેશ કાપસે, જીલ્લા વિકાસ અધિકારી શ્રી પી. આર. જોશી સહિત ઝઘડીયા તાલુકા પંચાયત પ્રમુખ શ્રી જયેન્દ્રભાઈ વસાવા, નેત્રંગ તાલુકા પંચાયતના પ્રમુખ શ્રીમતી વસુધાબેન વસાવા, વાલીયા તાલુકા પંચાયતના પ્રમુખ શ્રીમતી સીતાબેન વસાવા, જીલ્લા અગ્રણી મારૂતિસિંહ અટોદરીયા, પ્રકાશ દેસાઈ, ગામના સરપંચશ્રીઓ, તાલુકા અને જીલ્લા કક્ષાના પ્રતિનિધિઓ અને મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતાં.
More Stories
બોડેલીમાં મુસ્લિમ સમાજે પ્રાંત કચેરીએ આપ્યું આવેદન,
જળતાંડવ બાદ વડોદરામાં મગરનો આતંક, સાત દિવસમાં 42 મગરનું કરાયું રેસ્ક્યુ
બાપોદ પોલીસ સ્ટેશનની હદ વિસ્તારમાં ભારતીય ઇંગલિશ દારૂ ની બનાવટ શોધી કાઢતી બાપોદ પોલીસ સ્ટેશન ની ટીમ જેની કિંમત કુલ 1,33,000 છે