November 21, 2024

નેત્રંગ નગર સહિત મુખ્ય રાજમાર્ગ ઉપર ઠેરઠેર ખાડાઓ છે.                     ત્યારે વહીવટી તંત્રએ ૧૫મી ઓગસ્ટ સ્વાતંત્ર્ય દિન નિમિતે તિરંગા યાત્રા કાઢવા માટે આદેશ જારી કર્યા કેટલુ યોગ્ય.

Share to

નેત્રંગ. તા,૦૭-૦૮-૨૪.


૧૫મી ઓગસ્ટ ૨૦૨૪.સ્વાતંત્ર્ય દિન ની ભવ્ય ઉજવણી માટે વિકાસ કમિશ્નરની કચેરી ગાંધીનગર થી ૪ ઓગસ્ટ ના રોજ એક લેખિત આદેશ જારી કરવામા આવ્યો છે. સ્વાતંત્ર્ય દિન ની ભવ્ય ઉજવણી કરવા માટે “હર ધર તિરંગા ” અભિયાન ની સાથે સાથે અનેક પકારના કાયઁકમો હાથ ધરવા જેવા કે ૮ થી ૯ ઓગસ્ટ દરમિયાન દરેક શાળાઓમા રંગોળી કાયઁકમ તેમજ ચિત્રકામ સ્પર્ધા નુ આયોજન કરવુ , ૮ થી ૧૪ ઓગસ્ટ દરમિયાન દરેક ગામોમાં કોઇ એક દિવસ તિરંગા યાત્રા નુ આયોજન કરવાનો આદેશ કરવામા આવ્યો છે.,

ત્યારે ચાલુ ચોમાસ ની સિઝન દરમિયાન નેત્રંગ નગર ને જોડતા રાજમાર્ગો થી લઇ ને નગરના તમામ વિસ્તારો ના રોડ રસ્તાઓ ઉપર ઠેરઠેર ખાડાઓનુ સામ્રાજ્ય જોવા મળી રહ્યુ છે. તેવા સંજોગોમાં દસ દિવસ પહેલાજ માગૅ-મકાન વિભાગ થકી ખાડાઓનુ પુરાણ કયાઁ છે.પરંતુ આજની તારીખ ખાડાઓ બિલાડીના ટોપની જેમ પાછા હતા તેવા દેખાઇ રહ્યા છે.જ્યારે નગરમા પણ ઠેરઠેર ખાડાઓ અને ગંદકી હોય. સ્વાતંત્ર્ય દિન નિમિતે તિરંગા યાત્રા પહેલા ખાડાઓ પુરવા તંત્ર દયાન આપે તેવુ પ્રજામા ચચાઁઇ રહ્યુ છે.

*વિજય વસાવા નેત્રંગ*


Share to

You may have missed