September 8, 2024

*અબડાસા તાલુકાના નલિયા પ્રાંત કચેરી ખાતે શ્રી ગુજરાત પ્રદેશ મહેશ્વરી સમાજ પ્રદેશ મંત્રી શ્રી લાલજીભાઈ કટુવા  વિદ્યાર્થીનીઓના વાલીઓ દ્વારા નાયબ કલેક્ટર શ્રી ને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું.*

Share to

*લોકેશન.નલિયા*

*જેમાં કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય ૪ હોસ્ટેલમાં રહેલ અસુવિધાઓ અને તેના કારણે વિદ્યાર્થીઓના બગડતા અને સ્વાસ્થ્ય બાબતે આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું.*


*જેમાં તારીખ 26 7 2024 ના રોજ અબડાસા તાલુકાના નલિયા મધ્યે આવેલ કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય ૪ હોસ્ટેલમાં રહી અભ્યાસ કરતી વિદ્યાર્થીઓના વાલીઓએ હોસ્ટેલમાં થતી અવ્યવસ્થાઓ બાબતે રજૂઆત કરેલ છે કે હોસ્ટેલમાં અવારનવાર લાઈટ કપાઈ જાય છે અને 10 થી 15 દિવસો સુધી લાઈટ આવતી નથી તથા હોસ્ટેલમાં આવેલ ઇલેક્ટ્રોનિક સાધનો લાઈટ પંખા અવારનવાર બગડી જાય છે જેથી હોસ્ટેલમાં રહેતી વિદ્યાર્થીઓનું અભ્યાસ બગડે છે તેમજ હોસ્ટેલમાં નાહવા ધોવાના પાણીની અસગવડ છે. જેમાં હોસ્ટેલના પાણીના ટાંકામાં નાહવા ધોવાનો પાણી ન હોવાથી હોસ્ટેલમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીઓને હોસ્ટેલ ની બાજુમાં આવેલ શાળાના પાણીના ટાંકામાંથી પાણી ભરી લઈ જવું પડે છે. જે ખૂબ જ ગંભીર પ્રકારની બાબત છે તેમજ હોસ્ટેલમાં આવેલ રૂમો ની અંદર બારી દરવાજાઓ જ આવેલ નથી અને જે રૂમો ની અંદર બારી દરવાજાઓ આવેલ છે તે બારી દરવાજાઓની સરખી રીતે કામ કરતા નથી અને તેની અંદર તળિયે પણ નથી આમ હોસ્ટેલમાં આવેલ બારી દરવાજાની હાલમાં હાલ ખર વેખર છે જેની હોસ્ટેલની ભાવનાબેન પ્રજાપતિ વોર્ડન ભાવનાબેન પ્રજાપતિ દ્વારા કોઈપણ પ્રકારની મેન્ટનેસ કરવામાં આવેલ નથી તેમજ હોસ્ટેલમાં વોર્ડન ભાવનાબેન પ્રજાપતિ દ્વારા કોઈ પણ પ્રકારની મેન્ટનેસ કરવામાં ન આવતા હોસ્ટેલમાં રહેતી વિદ્યાર્થીઓના સ્વાસ્થ્ય પર પણ આ જ અસર થાય છે જેથી તેમના અભ્યાસમાં તેની માઠી અસર થાય છે તેમજ વાલીઓ દ્વારા હોસ્ટેલની વોર્ડન ભાવનાબેન પ્રજાપતિ ને હોસ્ટેલમાં રહેતી વિદ્યાર્થીની ઓની સુરક્ષા માટે સીસીટીવી કેમેરા ઓ લગાડવા માટે પણ અવારનવાર અરજીઓ કરેલ હોવા છતાં આજ દિન સુધી વાલીઓની અરજીઓને હોસ્ટેલની વોર્ડન દ્વારા કોઈપણ પ્રકારની દાઢ આપવામાં આવેલ નથી. તેમજ હોસ્ટેલની વોર્ડન દ્વારા હોસ્ટેલમાં ભૂત પ્રેત જેવી અંધશ્રદ્ધા ફેલાવી હોસ્ટેલમાં રહેતી વિદ્યાર્થીનીઓમાં બહેનો સર્જન કરે છે જેના કારણસર હોસ્ટેલમાં રહેતી કેટલીએ વિદ્યાર્થીનીઓને અભ્યાસ અધવચ્ચે છોડી તેમના વાલીઓ સાથે પોતાના ઘરે જતી રહેલ છે.*

*તમામ અસુવિધાના તથા ખામીઓ અને ઉણપોનું નિરાકરણ માટે કે.જી.બી.વી.4 માં અભ્યાસ કરતી વિદ્યાર્થીઓના વાલીઓ દ્વારા હોસ્ટેલની વોર્ડન ભાવનાબેન પ્રજાપતિ ને અવારનવાર અરજીઓ કરવા છતાં આજ દિન સુધી ઉકત ખામીઓ અને ઉણપોમાં સુધારો કરવામાં ન આવતા આવી ખામીઓ અને ઉણપોમાં બાળકો કેવી રીતે પોતાનું અભ્યાસ કરી શકે અને તેમના અભ્યાસ પર ગંભીર પ્રકારની આડઅસર કરતી હોવાથી વિદ્યાર્થીનીઓના વાલીઓ દ્વારા તા 26-07/2024 ના રોજ જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીશ્રીને રજીસ્ટર એડી પોસ્ટ મારફતે અરજી કરવામાં આવેલ હતી અને તે અરજીની ગુજરાત પ્રદેશ મહેશ્વરી સમાજના પ્રદેશ મંત્રી તરીકે રજૂઆત માટે નકલ જાણ કરવામાં આવેલ હતી. પરંતુ આજ દિન સુધી જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી તથા તેમના જવાબદારો તરફથી સદરહુ અરજીમાં જણાવ્યા મુજબની કોઈપણ જાતનો કાર્યવાહી હાથ ધરવામાં આવેલ નથી, ફક્ત કામગીરીને એકબીજા પર ટાળવામાં આવે છે. જિલ્લા શિક્ષણ અધિકારી અને તેમની તેમનો આંતરિક વિવાદ ચાલે છે તેનો ભોગ વિદ્યાર્થીનીઓ અને વાલીઓ બને છે, જેથી હાલનું આ આવેદનપત્ર આપવાની ફરજ પડે છે. આથી તાત્કાલિક ધોરણે દિન 4માં ઉકત તમામ ખામીઓ અને ઉણપોનું નિરાકરણ કરી તેના માટે જવાબદાર વ્યક્તિઓ સામે રાજ્ય સરકાર દ્વારા કાયદેસરના યોગ્ય પગલાં ભરી કાર્યવાહી કરવામાં આવે અને તેની શ્રી ગુજરાત પ્રદેશ મહેશ્વરી સમાજ પ્રદેશ મંત્રી શ્રી ને લેખિત જાણ કરવામાં આવે અન્યથા મુદત વીત્યે પણ ગુજરાત પ્રદેશ મહેશ્વરી સમાજ પ્રદેશ મંત્રી તથા કેજીબીવી ચારમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીઓ ના વાલીઓ અને સમસ્ત મહેશ્વરી સમાજ તમામ કચેરી બહાર તારીખ 12 8 2024 ના રોજ અન્નસન ઉપર બેશસે એવું જણાવવામાં આવ્યું હતું.*

*ભાવનાબેન પ્રજાપતિની સ્થાનિક મુલાકાત લેતા તેમણે એવું જણાવ્યું કે એ તદ્દન પાયા વિહોણા ફરિયાદો આવી રહી છે.*

*સ્ટોરી રમેશભાઈ ભાનુશાલી નલિયા અબડાસા કચ્છ*


Share to

You may have missed