December 6, 2024

નેત્રંગ નગરમા ના હાટ બજારમા કાદવકિચડ થી દુકાનધારો,ગ્રાહકો તોબાપોકારી ઉઠીયા. ગ્રામપંચાયત વહીવટ તંત્ર લોકોની પડતી તકલીફો બાબતે દયાન આપશે ખરુ ???.

Share to

નેત્રંગ. તા.૩૦-૦૭-૨૪.

નેત્રંગ નગરમા ગ્રામપંચાયત સેવાસદન પાસે દર મંગળવારે હાટ બજાર ભરાઇ છે.આ હાટ બજારમા સૌથી વધુ દુકાનધારકો નગર સહિત અન્ય શહેરી વિસ્તારો માંથી વેપાર ધંધા માટે ઉમટી પડે છે. નગર સહિત તાલુકાના ૭૮ ગામના તેમજ અન્ય ચાર તાલુકાના લોકો જીવન જરૂરિયાત ની સામગ્રી ખરીદ કરવા માટે આવતા હોય છે. સદર હાટ બજારમા હાલ ચોમાસાની સિઝન હોવાને લઇ ને ઠેરઠેર કાદવકિચડ તેમજ ગંદકીને કારણે દુકાનધારકોને પોતાની દુકાનો લગાવવા માટે ભારે તકલીફો પડી રહી છે.બીજી તરફ ગ્રાહકોને ખરીદી કરવા માટે કાદવકિચડ ખુદવો પડે છે. કાદવકિચડ તેમજ ગંદકી તો લોકો મહામુસીબતે વેઠી રહ્યા છે.તેમા પણ સાંજના સમયે ઢોરોનો ભારે ત્રાસ થી ઓર પરેશાનીમા લોકો મુકાય છે.
ત્યારે બજાર ફી ઉધરાવતી ગ્રામપંચાયત ના વહીવટ કતાઁઓ પ્રજાની તકલીફોને દયાન પર લઇ ને કાદવકિચડ,ગંદકી દુર કરાવે તેમજ રખડતા ઢોરો બાબતે ઢોર માલિકો સામે નેત્રંગ પોલીસ ને સાથે રાખી કડક કાર્યવાહી કરવામા આવે તેવુ પ્રજામા ચચાઁઇ રહ્યુ છે.

વિજય વસાવા નેત્રંગ


Share to

You may have missed