DURDARSHI NEWS

Khabar Ek dum Sachi

કદવાલ ગામ માં આતંક મચાવતો વાંદરો પાંજરે પુરાતાં ગ્રામજનોને રાહત

Share to

પાવીજેતપુર તાલુકાના કદવાલ ગામની ચોકડી ઉપર કપીરાજ નું આતંક જોવા મળ્યું હતું આખરે આતંક મચાવનાર કપીરાજને પાંજરે પુરવામાં આવ્યો હતો કપીરાજ ના કારણે વેપારીયો અને જાહેર માર્ગ પર ચાલતા ગ્રામ લોકો હેરાન પરેશાન જોવા મળ્યા છે પાવી જેતપુર તાલુકાના કદવાલ ગામની મેન ચોકડી ઉપર બે દિવસ થી કપીરાજ ના કારણે કદવાલ ચોકડી પરના વેપારીયો હેરાન પરેશાન જોવા મળ્યા હતા જેમાં કદવાલ ચોકડી પર ના વેપારીયો અને ગ્રામ લોકો ધ્વરા ફોરેસ્ટ વિભાગ માં જાણ કરાતા ફોરેસ્ટ વિભાગ ટીમ તાત્કાલિક ધોરણે કપી રાજ ને પકડવા માટે કદવાલ ચોકડી ઉપર એક શાકભાજી ના વેપારી ના બાજુ માં કપીરાજ ને પકડવા માટે ફોરેસ્ટ વિભાગની ટીમ ધ્વરા તાત્કાલિક ધોરણે પકડવા માટે પાંજરું મુકવામાં આવ્યું હતું અને તેઓને સફળતા મળી હતી અને કપિરાજ પાંજરે પુરાયો હતો

ઇમરાન મન્સૂરી બોડેલી છોટાઉદેપુર


Share to

You may have missed