નેત્રંગ. તા.૩૦-૦૭-૨૪.
નેત્રંગ નગરમા જીનબજાર વિસ્તારમા સૌથી જુની અને સૌથી વધુ ગ્રાહકો ધરાવતી ભારતીય સ્ટેટ બેંક ઓફ ઇન્ડીયા શાખા આવેલ છે. બેંક ના પ્રવેશદ્વાર પાસેજ ગ્રાહકોની સુવિધા માટે એટીએમ સેન્ટર મુકવામા આવ્યુ છે.આ એટીએમ સેન્ટરમા જવા માટે ગ્રાહકોને જવા માટે પગથિયા ની સુવિધા છે તે વિભાગ નો દરવાજો બંધ રહેતા .સીધા ચઢાણની વેવસ્થા હોવાને લઇ સીનીયર સીટીજન ગ્રાહકોને તકલીફ પડે છે.હાલ ચોમાસાની સિઝન હોવાથી સીધુ ચઢાવ વાળી જગ્યા લપસણી થઇ ગઇ છે. એટીએમ સેન્ટર મા મુકવામા આવેલ પ્રિન્ટીંગ મશીનમા પાસબુકોમા પ્રિન્ટીંગ થતુ ન હોવાથી તેમજ એસી પણ બંધ હાલતમા હોવાથી ગ્રાહકો હેરાનપરેશાન થઇ રહ્યા છે. શાખા મેનેજર તેમજ સ્ટાફ ગ્રાહકોને પડતી તકલીફ બાબતે દયાન આપે તેવુ ચચાઁઇ રહ્યુ છે.
*વિજય વસાવા નેત્રંગ*