November 20, 2024

યુધ્ધના ધોરણે ચાંદીપુરા વાઈરસ અટકાવવા અંગે અટકાયતી પગલાં લેવાયા

Share to

*ભરૂચના એન્ટોમોલોજીસ્ટ દ્નારા બન્ને ગામોમાં વેક્ટર સર્વેલન્સ કામગીરી કરાઈ પરંતુ ત્રણેય દર્દીઓના ઘરોમાં તથા આસપાસના ઘરોમાં સેંડફ્લાયની મળી નહી*


ભરૂચ- સોમવાર – ભરૂચ જિલ્લામાં નેત્રંગ તાલુકામાંથી ચાંદીપુરા વાયરસના શંકાસ્પદ ૩ બાળકોના સેમ્પલ લેવામાં આવ્યા હતા. જેમાં ઘાણીખૂટ ગામના ર(બે) દર્દીઓ હતા જેમા પહેલા દર્દીની ઉંમર ચાર (૪) વર્ષની હતી જે GMERS ગોત્રી વડોદરા ખાતે દાખલ કરવામાં આવ્યો હતો. જે દર્દીનો સેમ્પલ નેગેટીવ આવ્યો હતો. (૨) બીજા દર્દીની ઉંમર (૧.૫) વર્ષની હતી જે GMERS રાજપીપલા ખાતે દાખલ હતું, આ દર્દીને ડિસ્ચાર્જ કરવામાં આવ્યું છે અને હાલ દર્દીની સ્થિતી સ્વસ્થ છે. તેમજ આ દર્દીનો રીપોર્ટ પોઝીટીવ આવ્યો છે.
આ ઉપરાંત, ખરેઠા ગામમાથી ૧ (એક) ૩ વર્ષના દર્દીનું સેમ્પલ લેવામાં આવેલ હતું. આ દર્દીને તા.૨૩/૦૭/૨૦૨૪ના રોજ GMERS ગૌત્રી વડોદરા ખાતે રીફર કરવામાં આવ્યું હતુ જેની ૩ દિવસની સારવાર બાદ તા. ૨૧/૦૭/૨૦૨૪ના રોજ દર્દીનુ મૃત્યુ થયેલ હતુ પરંતુ આ દર્દીનું રીપોર્ટ નેગેટીવ આવેલ છે.

વધુમા, કૃષિ યુનિવર્સિટી ભરૂચના એન્ટોમોલોજીસ્ટ ધ્વારા બન્ને ગામોમાં વેક્ટર સર્વેલન્સ કામગીરી એટલે કે સેંડફ્લાયની ઉપસ્થિતીની તપાસ કરવામાં આવી હતી. જે ત્રણેય દર્દીઓના ઘરોમા તથા આસપાસના ઘરોમાં સેંડફ્લાય મળી આવેલ નથી. મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ,ઈએમઓ તેમજ તાલુકા હેલ્થ ઓફિસર તેમજ કૃષિ યુનિવર્સિટીની એન્ટોમોલોજીસ્ટ ટીમ દ્વારા સંયુક્ત મુલાકાત કરી શંકાસ્પદ તમામ સ્થળોની તપાસ કરવામાં આવી હતી.

ત્રણેય દર્દીઓના ઘરની આસપાસ તથા બન્ને ગામોમાં દવા તથા પાવડરનો છંટકાવ કરવામાં આવ્યો છે. તથા આસપાસના ગામોમાં પણ દવા અને પાવડરના છંટકાવની કામગીરી કરવામાં આવી છે. અને હાલમાં પણ જિલ્લામાં દવા અને પાવડરનો છંટકાવની કામગીરી કાર્યરત છે. તેમ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી જિલ્લા પંચાયત દ્નારા મળેલી એક અખબારી યાદીમાં જણાવવામાં આવ્યું હતું.


Share to

You may have missed