October 18, 2024

સેન્ડફલાયથી ફેલાતા બાળકો માટે જોખમી ચાંદીપુરા તાવના લક્ષણો અને તેનાથી રક્ષણના ઉપાયો

Share to

બાળ દર્દીઓમાં હાઇગ્રેડ તાવ, ઉલ્ટી ઝાડા, માથાનો દુખાવો, અને ખેંચ આવવા જેવા પ્રાથમિક લક્ષણો જણાય તો તાત્કાલિક તબીબને બતાવવું

ભરૂચ- મંગળવાર – રાજ્યના કેટલાક જિલ્લામાં શંકાસ્પદ ચાંદીપુરા વાયરસના કેસ નોંધાયેલા છે. જે સેન્ડ ફ્લાય દ્વારા ફેલાય છે. ૦ થી ૧૪ વર્ષના બાળકોમાં રોગ પ્રતિકારક શકિત ઓછી હોવાના કારણે આ બીમારીની સંભાવના વધારે છે. આથી, બાળકો માટે જોખમી સેન્ડફ્લાયને ઓળખીને તેના વિષે જાગૃતિ કેળવવી જરૂરી છે. રાજયના જુદા-જુદા જિલ્લાઓમાં વાયરલ એનકેફેલાઇટીસ (ચાંદીપુરા) વાયરસના ચેપ/સંક્રમણના કારણે નાના બાળકો પ્રભાવિત થયા છે. પણ તેની અગમચેતીના ભાગરૂપે જિલ્લાના પ્રજાજનોમાં કોઇ ભય ન ફેલાય તે માટે આરોગ્ય વિભાગ દ્વારા લોકોને સાવચેતી રાખવા માટે અખબારી યાદી પ્રસિદ્ધ કરવામાં આવી છે.
( બોક્સ )
સેન્ડફફ્લાય કઈ જગ્યાએ રહે ?
સેન્ડફલાય ઘરની અંદરની બાજુએ કાચી કે પાકી દિવાલ પર ભેજવાળા વાતાવરણમાં રહે છે.
શું છે ચાંદીપુરા વાયરસ ?
આ એક RNA વાયરસ છે. તેના સંક્રમણથી દર્દી મગજ (એનકેફેલાઇટીસ) નો શિકાર થાય છે. આ વાયરસના ફેલાવવા માટે સેન્ડફલાય (માખી) જવાબદાર છે. અને આ વાયરસ ૯ માસ થી ૧૪ વર્ષ સુધીના બાળકોને પ્રભાવિત કરે છે.
ચાંદીપુરા વાયરસના લક્ષણો
A. બાળકને સખત તાવ આવવો.
B. ઝાડા થવા.
C. ઉલટી થવી.
D. ખેંચ આવવી.
E. અર્ધબેભાન કે બેભાન થવું.

ચાંદીપુરા વાયરસના ચેપથી બચવા શું કરવું?
૧ બાળકોને શકય હોય ત્યાં સુધી ખુલ્લા શરીરે ઘરની બહાર આંગણામાં(ધૂળમાં) રમવા દેવા નહી.
૨ બાળકોને જંતુનાશક દવાયુકત મચ્છરદાનીમાં સુવડાવવાનો આગ્રહ રાખવો.
૩ સેન્ડ ફલાયથી બચવા ઘરની અંદર તથા બહારની દિવાલોની તિરાડો, છિદ્રોને પુરાવી દેવા.
૪ મચ્છર-માખીઓનો ઉપદ્રવ અટકાવવા સમયસર જંતુનાશક દવાનો છંટકાવ કરાવવો.
જો ઉપર જણાવેલ લક્ષણો દેખાય તો તમારી નજીકના સરકારી દવાખાને દર્દીને તાત્કાલીક લઇ જઇ સારવાર કરાવવી

રોગચાળો અટકાવા માટેના સામાન્ય ઉપાયો
•સેન્ડ ફ્લાયની ડેન્સીટી વરસાદી ઋતુમા અધિક રહે છે. જુન માસથી સઘન એક્ટીવ ફ્લાય સર્વેલંસ તથા રેસી.સ્પ્રેઈંગ કામગીરી ફિલ્ડના કર્મચારીઓ દ્વારા કરવામાં આવે છે.
•મેલેથીયોન 5% પાવડર દ્વારા ડસ્ટીંગ કામગીરી કરવામાં આવે છે.
•તમામ ક્લીનીશ્યન/બાળ રોગ નિષ્ણાંતોનું સેન્સીટાઈઝેશન મીટીંગ
•હેલ્થ સુપરવાઈઝર્સ, કાર્યકરો અને આશા માટે બેઝીક તાલીમ
•ફીલ્ડ કક્ષાએ આઈ.ઈ.સી. કરવામાં આવે છે.
વિના મુલ્યે નિદાન, તમામ સારવાર અને દવા સરકારી પ્રાથમિક આરોગ્ય કેન્દ્વો અને સરકારી હોસ્પિટલ ખાતે કરવામાં આવે છે.


Share to

You may have missed