December 1, 2024

નર્મદા જિલ્લાના મોવીથી દેડીયાપાડાને જોડતા રસ્તાથી મોવી તરફ અને નેત્રંગના હદ વિસ્તારમાં મોવી તરફથી આ રસ્તા ઉપર હેવી લોડેડ વાહનોનાં પ્રવેશ પર આગામી ૩૦ સપ્ટેમ્બર ૨૦૨૪ સુધી પ્રતિબંધ

Share to

ભરૂચ- મંગળવાર- નર્મદા જીલ્લાના ડેડીયાપાડા અને રાજપીપળા ને જોડતો અતિ મહત્વનો સ્ટેટ હાઇ-વે ભરૂચ જિલ્લાના નેત્રંગ તાલુકાની હદમાંથી પસાર થાય છે અને તે હાઇવે રોડ ઉપર જુના સ્ટ્રક્ચર( માઇનોર બ્રીજ,સ્લેબ કલ્વર્ટ તથા પાઇપ કન્વર્ટ) ને હાલ રીપેરીંગ કામ ચાલુ કરવાના હોય અને જે કામગીરી દરમ્યાન રોડ ઉપરથી પસાર થતા હેવી લોડેડ( બસ,ટ્રક મલ્ટી એક્સેલ તથા હેવી કમર્શીયલ વાહનો વિગેરે) વાહન વ્યવહાર સદંતર બંધ કર્યા બાદ જ થઇ શકે તેમ હોય જેથી રસ્તાની મોવી તરફથી ૨.૦ કિ.મી લંબાઈ નેત્રંગ તાલુકાના હદ વિસ્તારમાં આવેલ મોવી તરફથી સદર રસ્તા ઉપર વાહનોનો પ્રવેશ નિષેધ કરવા બાબતે જણાવેલ છે.
આથી એન.આર ધાધલ, અધિક જીલ્લા મેજીસ્ટ્રેટ, ભરૂચ ગુજરાત પોલીસ અધિનિયમ, ૧૯૫૧ ની કલમ-૩૩ (૧) (બી) અન્વયે મળેલ સત્તાની રૂએ મોવી દેડીયાપાડા રસ્તાની મોવી તરફથી ૨.૦ કિ.મી. (ચે.૦/૦ થી ૨/૦) લંબાઇ નેત્રંગ તાલુકાના હદ વિસ્તાર વાળી મોવી તરફથી સદર રસ્તા ઉપર હેવી લોડેડ વાહનોનાં પ્રવેશ પર હુકમની તારીખથી તા. ૩૦/૦૯/૨૦૨૪ સુધી પ્રતિબંધ મુકવા આથી હુકમ કરવામાં આવે છે.

રસ્તો બંધ થવાથી વૈકલ્પિક વ્યવસ્થા તરીકે નીચે જણાવેલ રસ્તાનો ઉપયોગ કરવાનો રહેશે.
(૧) ડેડીયાપાડા થી રાજપીપળા જતા વાહનો એ ડેડીયાપાડા થી નેત્રંગ-મોવી-રાજપીપળાનાં રસ્તાનો ઉપયોગ કરવાનો
(૨) રાજપીપળા થી ડેડીયાપાડા જતા વાહનો એ રાજપીપળા-મોવી-નેત્રંગ-ડેડીયાપાડાના રસ્તાનો ઉપયોગ કરવાનો રહેશે.
આ જાહેરનામાનાં આદેશનું ઉલ્લંઘન કરનાર ઈસમ ભારતીય ન્યાય સંહિતા, ૨૦૨૩ ની કલમ-૨૨૩ અને ગુજરાત પોલીસ અધિનિયમની કલમ-૧૩૧ મુજબ શિક્ષાને પાત્ર થશે. તેમ અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ ભરૂચ દ્નારા મળેલી એક અખબારી યાદીમાં જણાવવામાં આવ્યું હતું.


Share to

You may have missed