September 8, 2024

*આંગણવાડીઓ અને શાળાના બાળકોને રોગ કંઈ રીતે ફેલાઈ છે, તેના લક્ષણો,તેનાથી કેવી રીતે રક્ષણ મેળવી શકાય તેમજ સાવચેતીના કેવા પગલાં લેવા તે માટે જાણકારી અપાઈ*

Share to

ભરૂચ- મંગળવાર – ભરૂચ જિલ્લામાં ચાંદીપુરા વાયરસની જાગૃતિ માટે તંત્ર દ્નારા એક્શન મોડમાં કામગીરી થઈ રહી છે. ભરૂચ જિલ્લાની આરોગ્ય ટીમ દ્વારા વાયરલ એનકેફેકાઇટીસ (ચાંદીપૂરા) રોગ અન્વયે અટકાયતીના ભાગરૂપે આરોગ્યની ટીમ દ્વારા ભરૂચ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોના ઘરોનો સર્વે કરવામાં આવી રહ્યો છે. તે સાથે- સાથે આરોગ્ય વિભાગ, મહિલા અને બાળ વિભાગ તેમજ શિક્ષણ વિભાગના સંયુક્ત પ્રયાસથી ભરૂચ જિલ્લાની તમામ આંગણવાડીઓ તેમજ પ્રાથમિક શાળાઓમાં બાળકો અને વિદ્યાર્થીઓ અને શિક્ષકો સાથે ચાંદીપુરા રોગ વિશે, તે કંઈ રીતે ફેલાઈ છે, તેના લક્ષણો શું છે, તેનાથી કેવી રીતે રક્ષણ મેળવી શકાય, તેના સાવચેતીના પગલાં અને ચાંદીપુરાથી બચવા માટેના વિવિધ ઉપાય વિશે જાણકારી આપવામાં આવી રહી છે. તે સાથે ચાંદીપુરા રોગ વિશેની તમામ માહિતીના પ્લેમ્પલેટ પણ જાહેર સ્થળોએ, શાળાઓમાં લગાવીને જાણકારી આપવામાં આવી રહી છે.


Share to

You may have missed