December 6, 2024

ઝગડીયા તાલુકામાં ગ્રામ પંચાયતોમા આવતા વિકાસ ના કામોમાં ભ્રસ્ટાચાર ની લોકબુમ..પંચાયતો મા વિના વર્ક ઓડૅર જ કામો થઈ રહ્યા હોવાની લોકચર્ચાઓ..

Share to

ઝગડીયા

પ્રતિનિધિ / સતીશ વસાવા ઝગડીયા DNS NEWS

ઝગડીયા તાલુકામા થતા વિકાસલક્ષી કામો તાલુકા ના અધિકારીઓ દેખરેખ કે કોઈ દિવસ કામો ની સમીક્ષા કરે છે ખરા..?

ભરૂચ જિલ્લા ના ઝગડીયા તાલુકાના અનેક ગ્રામ પંચાયતો માં આવતા વિકાસ ના કામો ની સરકારી ગ્રાન્ટના રૂપિયા સરપંચો તલાટી અને કોન્ટ્રાકટરો ની મીલીભગત થી લાખો રૂપિયા ચાઉં થઈ જતા હોવાની લોકબુમ વારંવાર ઉઠતી રહી છે જેમાં પેવર બ્લોક,સીસી રોડ, રસ્તા, હેડપંપ,પુલીયા, નાડા સહિત ના અન્ય યોજના ના કામો પંચાયતો દ્વવારા આપેલ એજન્સી,કોન્ટ્રાકટરો પાસે કરવવામાં આવતા હોઈ છે પરંતુ કેટલાક અધિકારીઓ અને સરપંચ,તલાટીઓ ના મેળાપીપણા થી લાખો રૂપિયા ની સરકારી ગ્રાન્ટમાંથી મલાઈ કાઢી આમ જનતા ને સુવિધાઓ ના નામે કરવામાં આવતા કામો માટે પીરસાવી દેવામા આવતા હોવાની લોકચર્ચાઓ થતી રહે છે કેટલાક કિસ્સા માં તો વિના વર્ક ઓડૅર અને એસ્ટીમેન્ટ વિનાજ અમુક એજેન્સી,કોન્ટ્રાકટરો ને કામો સોંપવામાં આવી રહ્યા હોવાનું પણ વિગતો બહાર આવતી હોઈ છે તો અમુક ગામોમા તો પંચાયત મા કરેલા ઠરાવો અનુસાર સ્વંભંડોળ થી મંજુર કરેલ કામો પણ વહીવટી તંત્ર એજન્સીઓ અને ખાસ કોન્ટ્રાકટરો ને આપતા હોવાની પણ વાતો પણ બહાર આવતી હોઈ છે આ કામો મા વિના વર્ક ઓડૅર તેમજ તકલાદી મટીરીયલ વાપરી ચોમાસામા ચાલુ વરસાદમાંજ કામો કરી દેવાતા હોઈ છે ત્યારે આ કામો મા ગુણવંત્તા કેટલી તેવા લોકોમા પ્રશ્નો પણ ઉભા થતા હોઈ છે વિકાસ ના નામે તેમજ આમ જનતા ને ચોમાસા દરમિયાન સ્મશાન સહિત અન્ય ગામોમા અવરજ્વર કરવા માટે પુલો ના નિર્માણ સહિત ના અન્ય કામ કરવામાં આવતા હોઈ છે ત્યારે વિના વર્ક ઓડૅર અને વિના એસ્ટીમેન્ટ જુના તૂટેલ સાધન સમગ્રીઓ આંનદ ફાણંદ મા વાપરી અને નવા મટીરીયલ ના બીલો પણ એજન્સીઓ કોન્ટ્રાકટરો પાસ કરાવતા હોઈ છે ત્યારે આ બાબતે પણ તંત્ર ઉપર સવાલો ઉભા કરી રહ્યા છે કે કામો ની ગુણવતા ચકાસ્યા વિના પરમિશન વિના કોન્ટ્રાકરોને કેમ ચોમાસા દરમિયાન જ કામો આપવામાં આવતા હોઈ છે કામો મા આટલી ઉતાવળ કેમ કરવામાં આવતી હોઈ છે તેવા ઘણા પ્રશ્નો જનતા જાણવા માંગતી હોઈ છે…


અત્રે ઉલ્લેખનીય છે કે વિના ઓથો્રાઈઝડ એજેન્સી,કોન્ટ્રાકટરો ને પણ પંચાયતના કામો આપવામાં આવી રહ્યા હોવાની પણ લોકચર્ચા થતી રહતી હોઈ છે સમાજની સંપત્તિનો ગેરલાભ લેવા માટે લાઈસન્સ મેળવવા માટે કેટલીક એજન્સીઓ કોન્ટ્રાકટરો,આગેવાનો સત્તાધારીઓ સાથે મળી લાંચરુશવત થી આવા કામો લેતા હોઈ છે . તેમાં આવા કોન્ટ્રાકટરો દ્વવારા પંચાયત માં થતા વિકાસ ના અલગ અલગ કામો માં હલકી ગુણવંત્તા અને હલકું મટીરીયલ વાપરી અને જેમ તેમ કામ કરી દેવામાં આવતું હોઈ છે જે રોડ રસ્તા હોઈ કે અન્ય બાંધકામ મહિનાઓમાંજ તે તૂટી જતું હોઈ છે અને પ્રજા નો ટેક્સના રૂપિયા વેડફાઈ જતા હોઈ છે ત્યારે આવા કામો બાબતે જાગૃપ નાગરિકો દ્વવારા તાલુકામાં આવેલ સરકારી ગ્રાન્ટ બાબતે આપવામાં આવતા વિકાસ ના કામો કરતા એજેંસીઓ અને કોન્ટ્રાકટરો પાસે લાયસન્સ સહિતના કામ કરવા તેઓ ઓથોરાઇઝ છે કે કેમ તે બાબતે રાઈટ ટુ ઈન્ફોરર્મેશન (RTI )કરવામાં આવતી હોઈ છે અને કેટલીક બાબતે લગતી વડગતી કચેરીઓ દ્વવારા તપાસ પણ થાય છે તો ખરી પરંતુ અરજકર્તાએ ધરમના ધક્કા ખાધા બાદ પરિણામ શુન્ય જ આવતું હોઈ તેવા કિસ્સા પણ મોટા પ્રમાણ મા પ્રકાશ મા આવ્યા છે અને આવા કિસ્સા મા તંત્ર દ્વવારા અધિકારીઓ અને તલાટીઓ ને છાવરી લેવાતા હોઈ છે અને ફરજ મા બેદરકારી બદલ તેવા લોકો ઉપર કોઈ પણ યોગ્ય કાર્યવાહી થતી નથી હોતી ત્યારે આમ નાગરિકો પોતાની રજૂઆત માટે જાયે તો જાયે કહા જેવી પરિસ્થિતિ મા મુકાય જતા હોઈ છે…ત્યારે ભ્રષ્ટાચાર અટકાવવા માટે અને ભ્રષ્ટાચારીને સજા કરવા માટે કાયદા જરૂરી હોવા છતાં માત્ર કાયદા ઘડી કાઢવાથી ભ્રષ્ટાચાર નાબૂદ થવાનો નથી તે વાત ક્યાંક ને ક્યાંક સાચી પડી રહી હોંઈ તેમ જનતા ને હાલ લાગી રહ્યું છે..


Share to

You may have missed