November 21, 2024

નેત્રંગ નગરમા પાણીના નિકાલ માટે જલારામ મંદિર પાસે ખોદકામ કરાતા ગૌરીવ્રત નિમિતે શીવ મંદિરે પુજા અચઁના માટે કુંવારીકાઓ તેમજ ભાવિક ભક્તો ને જવા માટે મુસીબત.

Share to

નેત્રંગ. તા.૧૭-૦૭-૨૪

નેત્રંગ નગરમા દેથોક વિકાસના કામો તેજ ગતિએ ચાલી રહ્યા છે. ત્યારે પ્રજાની સુવિધાઓમા વધારો થવાના બદલે નગરજનોની અસુવિધાઓમા વધારો થતા તોબાપોકારી ઉઠીયા છે.
નેત્રંગ ગ્રામપંચાયત થકી વનવિભાગ ની કચેરીથી લઈ ને જલારામ મંદિર સુધી ચાર તબક્કામા સી.સી.રસ્તા નુ નવીનિકરણ હાલમા કરવામા આવ્યુ છે.જેમા ચોમાસ ના પાણીના નિકાલને દયાન પર લીધા વગર જ દેથોક તકલાદી કામગીરી કરવામા આવતા નગરના સ્ટેશન વિસ્તાર થી લઇ ને ગાંધીબજાર વિસ્તાર નુ પાણી જલારામ મંદિર પરિસરમા સીધુ આવતા તેમજ હાલમાં જ બે દિવસ ઉપર નગરમા વરસેલા સાંબેલાધાર સડા પાંચ ઇચ વરસાદ ને લઇ જલારામ મંદિર નજીક રહેતા ઇસમોના ધરોમા પાણી ભરાઇ જતા મંદિર પ્રવેશદ્વાર પાસે પાણીના નિકાલ માટે જેસીબી મશીન થી ખોદકામ કરી નાખવામા આવતા આજથી શરૂ થયેલ ગૌરીવ્રત નિમિતે અમરેશ્વ મહાદેવ મંદિરે પુજા અચઁના કરવા માટે આવતી કુંવારીકાઓથી લઈ ને દેવદશઁન માટે આવતા ભાવિક ભકતજનોને ભારે તકલીફ પડી રહી છે. તેવા સંજોગોમા ગ્રામપંચાયત નુ વહીવટી તંત્ર ખોદેલ રસ્તા ઉપર તાત્કાલિક ભુગળા બેસાડે તેવી માંગ ગ્રામજનો કરી રહ્યા છે. આ બાબતે સ્થાનિક રહીશો દ્રારા ગ્રામપંચાયત સતાધીશોને લેખિત મા પણ રજૂઆત કરી છે.

*વિજય વસાવા નેત્રંગ*


Share to

You may have missed