November 24, 2024

નેત્રંગ-ઝરણા-શણકોઇને જોડતો ડામર રસ્તો પ્રજાને ૭૦ વર્ષ બાદ નસીબ થયો.

Share to

બે-બે વખત ખાતમુહુર્ત થયેલ રસ્તો.

ગોબાચારી,ભષટાચાર ની મીલીભગતથી ચાલી રહેલા વિકાસના કામો ને લઇ ને માત્ર ને માત્ર દોઢ બે માસ માજ રોડ ધોવાઇ ગયો.

નેત્રંગ. તા.૧૭-૦૭-૨૪.નેત્રંગ-ઝરણા-શણકોઇને જોડતો ડામર રસ્તો ગરીબ આદિવાસી પ્રજાની અનેકો વખતની રજુઆત બાદ સિતેર વર્ષ બાદ નસીબ થયો ત્યા તો પ્રથમ વરસાદ માજ નેસ્તનાબૂદ થઇ જતા પ્રજામા તંત્ર પ્રત્યે ભારોભાર રોષ જોવા મળી રહ્યો છે.

નેત્રંગ તાલુકાના કાંટીપાડાગામ નો ઝરણા ફોરેસ્ટ ફળીયાનો વિસ્તાર જંગલ વિભાગ ની હદમા હોવાથી અહિયા સવસાટ કરતા આદિવાસી લોકોને આઝાદીના સિતેર વર્ષ વિતી ગયા હોવા છતા પણ નસીબ થયો ન હતો.જેને લઈ ને સરકાર મા બેસેલા પદાધિકારીઓ તેમજ ઉચ્ચ અધિકારીઓ ને વારંવાર રજૂઆત કરાતા પાકા ડામર રોડની મંજુરી મળતા આ રોડનુ ખાતમુહુર્ત બે બે વખત થયુ હતુ જેમા પહેલુ ખાતમુહુર્ત ભરૂચ જીલ્લા સાંસદ મનસુખ વસાવાએ તેમજ બીજી વખત ધારાસભ્ય રીતેષ વસાવાના હસ્તે થયુ હતુ.
જે બાદ નેત્રંગ-ઝરણા-શણકોઇને જોડતો ટુકા અંતર ના ડામર રોડની કામગીરી મે માસમા જ કરવામા આવી હતી.
પરંતુ પછાત ગરીબ આદિવાસી વસ્તી ધરાવતા વિસ્તારોમા પદાધિકારીઓ,અધિકારીઓ,કોન્ટ્રાક્ટરોની મીલીભગત થી વિકાસના કામોમા ગોબાચારી,ભષટાચાર નુ બેફામ મિશ્રણ ચાલતુ હોવાથી અને જવાબદાર અધિકારીઓ જેતે વિકાસના કામો થવાના હોય તે વિસ્તાર ની ભૌગોલિક પરિસ્થિતિ કે સ્થળ નિરીક્ષણ વગર જ ઓફીસોમા બેઠા બેઠા જ એસટીમેન્ટ પ્લાન બનાવી દેતા હોવાથી ગરીબ પ્રજાને માંદ માંદ સિતેર વર્ષ બાદ પાકો ડામર રસ્તો નસીબ થયો હતો. તે પણ પ્રથમ વરસાદે તંત્ર ની પોલ ખોલી નાખતા ગરીબ આદિવાસીઓ પ્રજાએ આ ચોમાસાની સિઝન મા હાડમારી ભોગવવાનો વારો આવ્યો છે.
રોડની કામગીરીને લઈ ને અનેક સવાલો ઉભા થયા છે તેવા સંજોગોમા સ્ટેટ વિજિલન્સ થકી તપાસ તેમજ મજબુતી વાળા પાકા ડામર રોડ ની માંગ ગ્રામજનો કરી રહ્યા છે.

*વિજય વસાવા નેત્રંગ*


Share to