નેત્રંગ. તા.૧૭-૦૭-૨૪.
નેત્રંગ નગર સહિત પંથક ભરમા તા.૧૫મીના રોજ વરસેલ સાંબેલાધાર વરસાદ ને લઇ ને નેત્રંગ રાજપારડી રોડ પર પુવઁ દિશામા જંગલ વિસ્તાર મા આવેલ આંજોલી તેમજ રામકોટ જવાના માર્ગ ઉપર બનાવેલ નાળાઓ ભારે વરસાદ ને લઇ ને ધોવાઇ જતા ઉપરોક્ત ગામના લોકોને ભારે હાડમારી વેઠવાનો વારો આવ્યો છે.સાથે સાથે શાળા,કોલેજો,આઇટીઆઇ મા અભ્યાસ માટે નેત્રંગ જતા વિધાથીઓ સહિત કામધંધા માટે તેમજ ખેતરોમા ખેતીકામ માટે જવામા પડતી તકલીફોની ફરિયાદ ને લઇ આજે ભરૂચ જીલ્લા સાંસદ મનસુખ વસાવાએ સ્થળ નિરીક્ષણ કરી વહીવટી તંત્ર ને આ બાબતે તાત્કાલિક યોગ્ય ધટતુ કરવાની સુચના આપતા ગામજનોમા આનંદની લાગણી ફરીવળી છે.
*વિજય વસાવા નેત્રંગ*