September 7, 2024

*રાજ્યમંત્રીશ્રી જગદીશ વિશ્વકર્માની અધ્યક્ષતામાં સહકારથી સમૃદ્ધિ કાર્યક્રમ અંતર્ગત ભરૂચ ડિસ્ટ્રિક સેન્ટ્રલ બેંકના હોલ ખાતે બેઠક યોજાઈ*

Share to

*ગામડાઓ અને ખેડૂતોને સહકારી સંસ્થાઓ સાથે સાંકળી ગામડાઓના સમૃદ્ધિના દ્વાર ખોલવા દેશની લીડ ગુજરાતે લીધી છે – રાજ્યમંત્રીશ્રી* ભરૂચ – બુધવાર – સહકાર, મીઠા ઉદ્યોગ, છાપકામ અને લેખનસામગ્રી, પ્રોટોકોલ (સ્વતંત્ર હવાલો) અને લઘુ, સુક્ષ્મ અને મધ્યમ ઉદ્યોગ, કુટિર, ખાદી અને ગ્રામોદ્યોગ, નાગરિક ઉડ્ડયનના રાજ્યકક્ષાના મંત્રીશ્રી જગદીશ વિશ્વકર્માની અધ્યક્ષતામાં સહકારથી સમૂદ્ધિ કાર્યક્રમ અંતર્ગત સહકારી સંસ્થાઓ સાથે સહકાર સમીક્ષાની બેઠક ભરૂચ ડિસ્ટ્રિક બેંકના હોલ ખાતે યોજાઇ હતી. આ બેઠકમાં કેન્દ્ર સરકાર દ્વારા નિર્મિત સહકાર થી સમૃદ્ધિ અંતર્ગત બનાવાયેલી ફિલ્મ ઉપસ્થિત આગેવાનો સૌએ નિહાળી હતી.

બેઠકનો મુખ્ય હેતુ વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી અને કેન્દ્રિય મંત્રીશ્રી અમિતભાઈ શાહના ગામડાઓ અને ખેડૂતોને સહકારી સંસ્થાઓ સાથે સાંકળી મજબૂત બનાવવાના ધ્યેયને પૂર્ણ કરવાનો છે એમ જણાવતા રાજ્યમંત્રીશ્રીએ કહ્યું હતું કે,દરેક સહકારી સંસ્થાઓના અને તેમના સભ્યોના ખાતાઓ પેક્સ (પ્રાઈમરી એગ્રિકલ્ચર ક્રેડિટ સોસાયટી) અંતર્ગત કાર્ય કરી ખોલવામાં આવે અને માત્ર ખાતા ખોલવાના જ નહી પરંતુ સંપૂર્ણ પણે ઓપરેટિવ પણ રહેવા જોઈએ.
પંચમહાલ અને બનાસકાંઠામાં પાયલોટ પ્રોજેક્ટ હેઠળ ખુબ જ સારી રીતે કાર્યો થયા છે. માઈક્રો એટીએમ, બેંક ખાતા કે કેશલેશ પેમેન્ટ પણ થઈ રહ્યા છે. આ પ્રોજેક્ટ અંતર્ગત જુદી – જુદી ૧૭ પ્રકારની સારી સુવિધાઓ ઊભી કરવામાં આવી છે.

વધુમાં,મંત્રીશ્રીએ પારદર્શી વહીવટ દેશના વડાપ્રધાન અને ગૃહ અને સહકાર મંત્રી શ્રી અમિત શાહનું વિઝન છે. પેક્સના જુદા- જુદા ૧૭ આયામોના કારણે ગામડાઓની સમૃદ્ધિ વધશે. આખા મોડલને છેક નીચે સુધી ઉતારવાનો ભગીરથ પ્રયાસ સરકાર કરી રહી છે. ગામડાઓ અને ખેડૂતોને સહકારી સંસ્થાઓ સાથે સાંકળી ગામડાઓના સમૃદ્ધિના દ્વાર ખોલવા દેશની લીડ ગુજરાતે લીધી છે. એટલે જ આખા દેશના સહકારી માળખા સુધારાની આ મુહીમમાં ગુજરાત રાજ્ય અગ્રેસર બનવા જઈ રહ્યું છે. આ ફેરફારોને કારણે ખેડૂતો અને પશુપાલકોને RuPay કિસાન ક્રેડિટ કાર્ડ ઉપલબ્ધ કરાવી ૦% ના વ્યાજદરે ધિરાણ ઉપલબ્ધ થશે, ખેડૂતો/દૂધ ઉત્પાદકો અને તેમના પરિવારના સભ્યો સહકારી બેંકમાં ખાતા ખોલાવી સહકારી બેંકોની સેવાઓ અને લોન મળશે તેમજ ખેડૂતો /દૂધ ઉત્પાદકો ગામની મંડળી ખાતેથી જ બેન્કિંગ સેવાઓ મેળવી શકશે,એટીએમ, માઈક્રો એટીએમ, RuPay ડેબિટ કાર્ડની જેવી સુવિધા પેક્સ દ્નારા ઘર આંગણે મળવા પામશે.
આ સમીક્ષા બેઠકમાં આગેવાનોએ સ્થાનિક કક્ષાના પ્રશ્નો રજુઆત કરી હતી અને મંત્રીશ્રીએ સરકાર દ્વારા મદદ કરવાની ખાતરી આપી હતી.
બેઠકમાં જિલ્લા પંચાયત પ્રમુખશ્રી મહેન્દ્ર સિંહ વાંસદીયા, ભરૂચના ધારાભ્યશ્રી રમેશ મિસ્ત્રી, વાગરાના ધારાસભ્ય અરૂણસિંહ રણા અને ભરૂચ ડિસ્ટ્રિક્ટ બેંકના ચેરમેન, સહકાર મંત્રાલયના સચિવશ્રી સંદીપ કુમાર (IAS) ભરૂચ ડિસ્ટ્રિક્ટ રજિસ્ટ્રાર, ધી ગુજરાત સ્ટેટ કો.ઓ.બેંક લિ.ના ચેરમેન અજયભાઈ પટેલ, ધી ભરૂચ ડિસ્ટ્રિક્ટ સેન્ટ્રલ કો.ઓ.બેંક લિ.ના અધિકારી – કર્મચારીઓ, માજી ધારાસભ્ય શ્રી દુષ્યંત પટેલ, માજી ધારાસભ્ય શ્રી મહેશ વસાવા, દૂધધારા ડેરીના ચેરમેન ઘનશ્યામ પટેલ, ભરૂચ અને નર્મદાની વિવિધ સહકારી સંસ્થાઓના ડાયરેક્ટરો અને ચેરમેનો તેમજ સહકારી સંસ્થાના ઓડિટરો ઉપસ્થિત રહ્યા હતા.


Share to

You may have missed