October 12, 2024

*વરસાદના કારણે વાલિયા તાલુકાનો વાલિયા – વાડી રોડ ભારે વાહનવ્યવહાર માટે બંધ કરવામાં આવ્યો*

Share to

ભરૂચ- સોમવાર- ભારે વરસાદની આગાહી વચ્ચે વહેલી સવારથી મેધરાજાએ આક્રમક વરસાદી ઈનિંગ આરંભતા સવારે ૬- ૦૦ કલાકથી બપોરના ૨-૦૦ કલાક સુધીમાં નેત્રંગ તાલુકામાં- ૧૮૮ મિ.મિ. વરસાદ નોંધાયો હતો. વરસાદ વરસતા વાલિયા તાલુકાના ડહેલી ગામ પાસે કિમ નદી પર પાઈપ ડાયવર્ઝન અપાયેલું હતું. જ્યાં ઓવર ટોપીંગને કારણે વાલિયા – વાડી રોડ ભારે વાહનવ્યવહાર માટે બંધ કરવામાં આવ્યો છે.
ભારે વરસાદના કારણે માર્ગ અને મકાન વિભાગને હસ્તકના એક થી બીજા ગામને જોડતા રસ્તાઓ ઓવર ટોપીંગ તથા કોઝવે ઓવરટોપીંગના કારણે બંધ કરવામાં આવ્યા છે. ત્યારે વાલિયા – વાડી રોડ ભારે વાહનવ્યવહાર માટે બંધ કરવામાં આવ્યો છે. લોકો અન્ય રસ્તાઓનો ઉપયોગ કરી શકશે તેના વિકલ્પ રીતે ભારે વાહનો માટે સમાંતર આવેલ વાલિયાથી નેત્રંગ થી ચાસવડ- કવચીયા થઈ વાડી તરફ અને નાના વાહનોને હયાત મેજર બ્રિજ ઉપરથી ડાયવર્ટ કરવામાં આવેલ છે. તેવી વિગતો આર.એન.બી. વિભાગ પાસે પ્રાપ્ત થઈ છે.


Share to