November 21, 2024

*બપોર ૨ કલાક સુધીમાં સૌથી વધુ નેત્રંગ તાલુકામાં-૧૮૮ મિ.મિ. વરસાદ નોંધાયો*

Share to

ભરૂચ: સોમવાર :- ભરૂચ જિલ્લામાં તા.૧૫ મી જુલાઇ, ૨૦૨૨ને સોમવારના સવારે ૬- ૦૦ કલાકથી બપોરના ૨-૦૦ કલાક સુધીમાં સૌથી વધુ વરસાદ નેત્રંગ તાલુકામાં- ૧૮૮ મિ.મિ. વરસાદ નોંધાયો છે.
આ સિવાય જિલ્લાના તાલુકાની વિગતવાર માહિતી જોઈએ તો, સવારે ૬- ૦૦ કલાકથી બપોરના ૨-૦૦ કલાક સુધી ભરૂચ તાલુકામાં– ૧૫ મિ.મિ., ઝઘડિયા તાલુકામાં- ૧૨ મિ.મિ. વાલિયા તાલુકામાં- ૧૫ મિ.મિ., વાગરા તાલુકામાં ૧૩ મિ.મિ, જંબુસર ૪ મિ.મિ., આમોદ ૮ મિમિ, હાંસોટ ૯ મિ.મિ, અંકલેશ્વર તાલુકામાં ૧૧ મિ.મિ.,અને નેત્રંગ તાલુકામાં સૌથી વધુ ૧૮૮ મિ.મિ વરસાદ સાથે ભરૂચ જિલ્લામાં સરેરાશ કુલ- ૩૦. ૫૬ મિ.મિ.વરસાદ નોંધાયો હોવાના અહેવાલ ભરૂચ જિલ્લા પૂર નિયંત્રણ કક્ષ તરફથી પ્રાપ્ત થયાં છે.
અત્રે ઉલ્લેખનિય છે કે, ભરૂચ જિલ્લાના તમામ તાલુકામાં મોસમના કુલ વરસાદની પરિસ્થિતિ જોઈએ તો ભરૂચ જિલ્લામાં સૌથી વધુ વરસાદ નેત્રંગ તાલુકામાં ૬૫૨ મી.મી. નોંધાયો છે, જ્યારે આમોદ તાલુકામાં સૌથી ઓછો ૧૨૭ મી.મી. વરસાદ સાથે ભરૂચ જિલ્લામાં સરેરાશ કુલ- ૩૦૫.૦૦ મિ.મિ.વરસાદ નોંધાયો હોવાના અહેવાલ ભરૂચ જિલ્લા પૂર નિયંત્રણ કક્ષ તરફથી પ્રાપ્ત થયાં છે.


Share to

You may have missed