October 16, 2024

રાજપીપલા નગરમાં પ્રવેશતા નાના-મોટા વાહનોના રૂટ ડાયવર્ઝન અંગે જાહેરનામુ પ્રસિદ્ધ કરાયું

Share to

કારમાઈકલ બ્રીજના રીનોવેશનને ધ્યાનમાં રાખીને રૂટ ડાયવર્ઝન

રાજપીપલા, ગુરુવાર :- રાજપીપલા નગરપાલિકા વિસ્તારના કાળિયાભૂત ચાર રસ્તાથી જુની સિવિલ હોસ્પિટલ તરફના કોલેજ રોડ ઉપરના કારમાઈકલ બ્રીજના રીનોવેશન કામને ધ્યાને લઈને રૂટ ડાયવર્ટ કરવા અંગે અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ દ્વારા જાહેરનામુ પ્રસિધ્ધ કરાયું છે.

જાહેરનામા મુજબ, બોડેલી, કેવડિયા, દેડિયાપાડા, નેત્રંગ તરફથી આવતા અને એસ.ટી. ડેપો, મામલતદાર કચેરી, જુની કોર્ટ તરફ જતાં ફોર વ્હીલર, ટુ વ્હીલર, રીક્ષા, ટેમ્પો જેવા નાના વાહનો કાળિયાભૂત ચાર રસ્તાથી ગાંધી ચોક, સંતોષ ચાર ૨સ્તા, સફેદ ટાવર થઈ શહે૨માં દાખલ થઈ શકશે. ઉક્ત રૂટ પ્રમાણે બસ, ટ્રક અને કન્ટેનર જેવા મોટા વાહનો કાળીયાભૂત ચાર રસ્તાથી ગાંધી ચોક, સંતોષ ચાર રસ્તા, હરસિધ્ધિ માતા મંદિર, માછીવાડ ગેટ પરીખ પેટ્રોલ પંપ થઈ શહે૨માં દાખલ થઈ શકશે.

એસ.ટી. ડેપો, મામલતદાર કચેરી, જુની કોર્ટ તરફથી બોડેલી, કેવડિયા, દેડિયાપાડા, નેત્રંગ તરફ જતાં ફોર વ્હીલર, ટુ વ્હીલર, રીક્ષા, ટેમ્પો નાના વાહનો જુની કોર્ટ ત્રણ રસ્તાથી સફેદ ટાવર, શર્મા કોમ્પલેક્ષ, સંતોષ ચાર રસ્તાથી શહેરની બહાર જઈ શકશે. ઉક્ત રૂટ પ્રમાણે બસ, ટ્રક, કન્ટેનર જેવા મોટા વાહનો એસ.ટી. ડેપોથી જુની કોર્ટ ત્રણ ૨સ્તા, સફેદ ટાવર, માછીવાડ ગેટ પરીખ પેટ્રોલ પંપ, હરસિદ્ધિ માતા મંદિર, સંતોષ ચાર રસ્તા અને ગાંધી ચોક થઈ શહેરની બહાર જઈ શકશે.

કાળીયાભૂત ચાર રસ્તાથી કા૨માઈકલ બ્રીજ સુધીના રસ્તા પર આવેલા એમ.આર.આર્ટસ અને કોમર્સ કોલેજ, વાત્સલ્ય વિદ્યાલય તથા સોસાયટીના વિદ્યાર્થીઓ-૨હીશોના વાહનોને આ ૨સ્તા પર અવરજવ૨ની છૂટ ૨હેશે. તે જ રીતે જુની કોર્ટ તરફથી કા૨માઈકલ બ્રીજ સુધીના ૨સ્તા પર આવેલ જુની સિવિલ હોસ્પિટલ જતા વાહનો તથા સોસાયટીના રહીશોના વાહનોને અવરજવ૨ની છૂટ ૨હેશે. પરંતુ કા૨માઈકલ બ્રીજ પરથી અવ૨જવ૨ કરી શકાશે નહીં. તા.૧૦/૧૦/૨૦૨૪ સુધી આ જાહેરનામાનો ભંગ કરનાર સજાને પાત્ર રહેશે.


Share to

You may have missed