December 6, 2024

જૂનાગઢના ભેસાણમાં દીકરીને ભગાડી જવાના પ્રકરણમાં 70 વર્ષના વૃદ્ધ ની હત્યા થઈ

Share to

જૂનાગઢના ભેસાણમાં પરબ રોડ સૌવારીયા પ્લોટ વિસ્તારમાં રહેતા પ્રવીણભાઈ મૂળજીભાઈ સોલંકી ની ભત્રીજીને બાજુમાં રહેતા લખનનાથ જગન્નાથ ડાંગર નો પુત્ર યોગેશ ભગાડી ગયો હતો. આ બાબતે બંને ના પરિવાર વચ્ચે સામસામે મારા મારી થઈ હતી જેમાં 70 વર્ષના મૂળજીભાઈ સોલંકીને ગંભીર ઇજા થવાથી જુનાગઢ હોસ્પિટલમાં સારવાર દરમિયાન મૃત્યુ થતા ભેસાણ પોલીસમાં બનાવ હત્યામાં પલટાયો હતો પોલીસ કોન્સ્ટેબલ પ્રથમ તપાસ સંજયભાઈ વાણીયા તેમજ હિતેશભાઈ રૈયાણી ચલાવી રહ્યા હતા

ત્યારબાદ સદર બનાવ ખૂનમાં પલટાયોં હતો ત્યારબાદ પોલીસ ટીમ દિલીપભાઈ બે સંજયભાઈ વાણીયા કનકસિંહ ગોહિલ વિક્રમભાઈ ગળચર હિતેશભાઈ રૈયાણી પ્રદીપભાઈ વાળા સહિત પી.એસ.આઇ એમ એન કાતરીયાએ તપાસ હાથ ધરી હતી ગણતરીની કલાકોમાં તાલુકાના કારીયા ગામેથી ઝૂંપડીમાંથી આરોપીને દબોચીને વૃદ્ધના હત્યા કેસમાં બે મહિલા સહિત નવ શખ્સોની ધરપકડ કરી હથિયાર કબજે લેવા માટે પી એસ આઈ એમ એન કાતરીયા દ્વારા આગળની તજવીત હાથ ધરવામાં આવી છે

મહેશ કથિરીયા
બ્યુરો ચીફ જૂનાગઢ
દૂરદર્શી ન્યુઝ


Share to

You may have missed