ભરૂચ- શુક્રવાર- થર્મેક્સ લિ. કંપની દ્વારા અંકલેશ્વર ખાતે ૦૯/૦૭/૨૦૨૪ના રોજ પોતાની કંપનીમાં જરૂરી વિવિધ પ્રકારની અનુભવ આધારીત જગ્યાઓ માટે ઉમેદવારોની ભરતી કરવા માટે પોતાની કક્ષાએ હોટેલ લોર્ડ્સ પ્લાઝા, અંકલેશ્વરમાં આયોજન કરેલ હતું. જેમાં ૫૦૦થી વધુ ઉમેદવારો હાજર રહેલ હતા. આ જગ્યાની ભરતી માટે કંપની દ્વારા ૦૭/૦૭/૨૦૨૪ના રોજ દૈનિક વર્તમાનપત્રમાં જાહેરાત આપી હતી. ૫૦૦થી વધુ ઉમેદવારો એક જગ્યાએ ઇન્ટરવ્યૂ માટે ઉપસ્થિત રહેવાના હોય ત્યારે તે માટે ખૂબ જ નાની જગ્યા પસંદ કરવામાં આવેલ.
કંપની દ્વારા આ જગ્યાઓની ભરતી માટે રોજગાર કચેરી, ભરૂચ માટે જાણ કરવામાં આવેલ નથી. ઉપરાંત અનુભવી ઉમેદવારોની ભરતીનું આયોજન કરેલ હોવાથી રોજગારીની સ્થિતિમાં કોઇ અસર (વધારો) થાય તેમ ન હતું.
કંપની દ્વારા ખાલીજગ્યા અંગેના કમ્પલસરી નોટીફિકેશન ઓફ વેકેન્સી એન્ડ વેકેન્સી એક્ટ (સીએનવી એકટ ૧૯૫૯)ની કલમ ૪(૨) હેઠળ જાણ કરવામાં આવેલ ન હોય કલમ ૪(૨) નું ઉલ્લંઘન કરેલ છે.
કંપની દ્વારા રોજગાર કચેરી દ્વારા રોજગાર ભરતી મેળામાં સામેલ થઇ ભરતીનું આયોજન કરવું જોઇતું હતું.
સદર આયોજનમાં ૫૦૦થી વધુ ઉમેદવારો એક જ જગ્યાએ ભેગા થવાના હોય ત્યારે પોલીસ બંદોબસ્ત તથા સિક્યુરિટી જેવી અન્ય વ્યવસ્થાની બાબત ધ્યાને લેવામાં આવી નથી.
રોજગાર અધિકારી (જન) ભરૂચ દ્નારા મળેલા રદિયામાં જણાવવામાં આવ્યું હતું.
***