જુનાગઢ પોલીસ અધિક્ષકશ્રીની અધ્યક્ષતામાં તાજીયા કમિટી, એકતા સમિતી તથા અન્ય તમામ તાજીયા આયોજકો અંદાજીત સંખ્યા કુલ-૯૦ થી ૧૦૦ જેટલા આગેવાનો/આયોજકો સાથે પોલીસ અધિક્ષકશ્રીની કચેરી જૂનાગઢના કોન્ફરન્સ હોલ, ખાતે શાંતી સમિતી મીટીંગનુ આયોજન કરવામા આવેલ જે મીટીંગમાં ચર્ચા કરવામા આવેલ મુદ્દા નિચે વિગતે છે.
જૂનાગઢ શહેરમાં નિકળનાર મુખ્ય તાજીયા કે જે તા.૧૪/૦૭/૨૦૨૪ના ક-૦૭/૩૦ વાગ્યે સાથે ઇલમ વિધી થનાર છે તથા તા.૧૬/૦૭/૨૦૨૪ના ક-૧૭/૦૦ વાગ્યે પડમાં આવવનાર છે અને ત્યારબાદ ઝુલુસ નિકળનાર છે જે તા.૧૮/૦૭/૨૦૨૪ના ક-૦૫/૩૦ વાગ્યે પૂર્ણ થનાર હોય જેમાં ગાંધીચોક જૂનાગઢ ખાતે વધુ ભીડ થતી હોય, યોગ્ય બેરીકેટીંગ તથા ચુસ્ત પોલીસ બંદોબસ્ત રાખવામાં આવનાર છે.
અત્રેના જીલ્લા ખાતેથી મહોરમ તાજીયાના કુલ મોટા— ૭૬ તાજીયા/ઝુલુસ નિકળનાર છે આ તહેવાર શાંતીપૂર્ણ કોઇપણ પ્રકારના વિઘ્ન વગર થાય તે માટે તહેવારના ત્રણ દિવસ પહેલા ગિરનાર રોડ, જૈન મંદીર સામે ઝુલુસ આગળ વધે ત્યારે સાંજના સમયે ટ્રાફીકના લીધે કોઇ અડચણ ઉભી ન થાય તે સારૂ જરૂરી બેરીકેટીંગ તેમજ ચુસ્ત પોલીસ બંદોબસ્ત તેમજ તા.૧૬/૦૭/૨૦૨૪ના રોજ જૂનાગઢ શહેરના મુખ્ય તાજીયા (સૈજ) લીમડા ચોક ખાતેથી નિકળનાર હોય, જેમાં મહીલાઓ તથા બાળકોની સંખ્યા વધુ હોય, જેથી વધુ મહીલા પોલીસ બંદોબસ્ત રાખવામા આવનાર છે. આવા આયોજનમાં જયા-જયા લોકોની ભીડ વધુ થતી હોય તેવા આયોજનના જવાબદાર આયોજક હોય છે. ઝુલુસ દરમ્યાન અન્ય વ્યકિતઓ/બિમાર લોકો તથા કોઇપણ આકસ્મિક કારણો સબબ લોકોને ખસેડવાની તથા બહાર નિકળવાની જરૂર પડે ત્યારે પોલીસ ફરજમાં કટ્ટીબધ્ધ રહેશે.
પોલીસ અધિક્ષકશ્રી જૂનાગઢ દ્વારા પધારેલ આયોજકોને તાજીયા/ઝુલુસને આયોજક દ્વારા સ્વયં સેવકો કે જેઓ આવા ઝુલુસમાં અડચણ ઉભી કરી શકે તથા તાજીયા/ઝુલુસનો ભાગ ન હોય, તેવા ઇસમોને ઓળખી શકે તે માટે સ્વયં સેવકો રાખી તેઓના નામની યાદી પોલીસ વિભાગને મળે તેમજ આવા ઝુલુસમાં કોઇ અન્ય વ્યકિત હથીયાર સામેલ ન કરે તથા DJ સીસ્ટમ તથા લાઉડ સ્પીકર પર કોઇ ધર્મની લાગણી દુભાય તેવા ગીત કે અન્ય વિવાદાસ્પદ ન વગાડવુ તેવુ સુચન કરવામા આવેલ. જૂનાગઢ જીલ્લામાંથી નિકળનાર મુખ્ય તાજીયા કુલ- ૭૬ નિકળનાર છે મહોરમ તાજીયા શહીદીનો તહેવાર છે જેમાં સત્ય, ધર્મ માટે બલીદાન આપેલ છે તેની પવીત્રતા જળવાય રહે તથા તહેવારનુ માન જળવાય, આ તહેવાર ગરીમાં પૂર્વક તથા સમય મર્યાદામાં પૂર્ણ થાય તે જરૂરી છે.
જુનાગઢ શહેરમાં નીકળનાર તાજીયા ઝુલસમાં DYSP-5, PI-14, PSI-52, POLICE-950, SRP-1 કંપની, હોમગાર્ડ-૧૦૦, ૦૨-ગાડનો ચુસ્ત બંદોબસ્ત તથા સમગ્ર રૂટનુ વિડીયોગ્રાફી / ફોટોગ્રાફી કરવામા આવનાર છે.
મહેશ કથિરીયા
બ્યુરો ચીફ જૂનાગઢ
દૂરદર્શી ન્યુઝ