_જૂનાગઢ રેન્જના આઈજી શ્રી નિલેશ જાજડીયા સાહેબ* તથા જૂનાગઢ જીલ્લા પોલીસ વડા શ્રી હર્ષદ મહેતા સાહેબ* દ્વારા જૂનાગઢ જીલ્લાના તમામ થાણા અમલદારોને પ્રજા સાથે સોહાર્દપૂર્ણ વર્તન કરી મદદરૂપ થવા તેમજ પોલીસ સ્ટેશન ખાતે મદદ માટે આવતા લોકોને શક્ય તે મદદ કરી, પોલીસ પ્રજાનો મિત્ર છે,* એ સૂત્રને સાર્થક કરવા તમામ પ્રયત્નો કરવા ખાસ સૂચના કરવામાં આવેલ છે._
અરજદાર અસ્મીતાબેન દાસ કોલકતાના વતની હોય, અને LEO Resort ખાતે નોકરી કરતા હોય અસ્મીતાબેન LEO Resort થી તળાવ ગેટ તરફ જવા માટે ઓટો રિક્ષામાં બેસેલ. તળાવ ગેટ પાસે ઓટો રિક્ષામાંથી ઉતર્યા બાદ તેમને ખ્યાલ આવેલ કે તેમનો રૂ. ૧૫,૦૦૦/- ની કિંમતનો Redmi કંપનીનો Note 9pro મોબાઇલ ફોન રસ્તામાં ક્યાંક પડી ગયેલ હોય* અસ્મીતાબેન જે ઓટો રિક્ષામાં બેસેલ તે ઓટો રિક્ષા શોધવાનો પ્રયત્ન કરેલ તથા પોતે જે રૂટ પરથી પસાર થયેલ તે રૂટ પર પણ તપાસ કરેલ પરંતુ મોબાઇલ ફોન મળી આવેલ નહિ. તથા અસ્મીતાબેનનો મોબાઇલ ફોન પણ સ્વીચ ઓફ થઇ ગયેલ હોય જેથી ખોવાયેલ મોબાઇલ ફોન કેવી રીતે શોધવો?? આ મોબાઇલ ફોન તેમણે પરસેવાની કમાણીથી ખરીદેલ હોય અને તેમના અગત્યનાં ડેટા સેવ કરેલ હોય અને તે મોબાઇલ ફોન ભવિષ્યમાં મળવો ખૂબ જ મુશ્કેલ હોય જેથી તેઓ ખૂબ વ્યથીત થઇ ગયેલ હતા આ બાબતની જાણ નેત્રમ શાખા (કમાન્ડ & કંટ્રોલ સેન્ટર)ના પી.એસ.આઇ. પી.એચ.મશરૂને કરતા નેત્રમ શાખા પોલીસ સ્ટાફ દ્રારા કાર્યવાહી હાથ ધરવામાં આવેલ._
જૂનાગઢ હેડ ક્વા. ડી.વાય.એસ.પી. શ્રી એ.એસ.પટણી સાહેબના માર્ગદર્શન હેઠળ નેત્રમ શાખા (કમાન્ડ & કંટ્રોલ સેન્ટર) ના પી.એસ.આઇ પી.એચ.મશરૂ, પો.કોન્સ. રાહુલભાઇ મેઘનાથી, હિનાબેન વેગડા, તરુણભાઇ ડાંગર, એન્જીનીયર નીતલબેન મહેતા સહીતની ટીમ દ્વારા જહેમત ઉઠાવી અસ્મીતાબેન દાસ LEO Resort ખાતેથી જે ઓટો રિક્ષામાં બેસેલ તે ઓટો રિક્ષાનો સમગ્ર રૂટ વિશ્વાસ પ્રોજેક્ટ અંતર્ગત ઇન્સ્ટોલ કરવામાં આવેલ CCTV કેમેરાની મદદથી ચેક કરતા અસ્મીતાબેનનો રૂ. ૧૫,૦૦૦/- ની કિંમતનો Redmi કંપનીનો Note 9pro મોબાઇલ ફોન ઓટો રિક્ષામાં જ પડી ગયેલ હોય તેવું જાણવા જે આધારે તે ઓટો રિક્ષાનો રજી નં. GJ-11-TT-0494 શોધેલ.*_
જૂનાગઢ નેત્રમ શાખાના પોલીસ સ્ટાફ દ્વારા રૂબરૂ જઇ તપાસ કરતા અસ્મીતાબેનનો મોબાઇલ ફોન ઓટો રિક્ષામાંથી જ મળી આવેલ આમ જૂનાગઢ નેત્રમ શાખાના પોલીસ સ્ટાફ દ્વારા અસ્મીતાબેનનો રૂ. ૧૫,૦૦૦/- ની કિંમતનો Redmi કંપનીનો Note 9pro મોબાઇલ ફોન શોધી રીકવર કરી સહિ સલામત પરત અપાવવા માટે કરેલ તાત્કાલિક અને સવેંદનપૂણૅ કાર્યવાહીથી પ્રભાવિત થઈને અસ્મીતાબેન દાસે જણાવેલ કે તેમને આ મોબાઇલ ફોન પરત મળે તેવી આશા પણ ના હતી, અને આટલી ઝડપથી આ મોબાઇલ ફોન પોલીસે શોધી આપતા અસ્મીતાબેને જૂનાગઢ પોલીસનો ખૂબ આભાર વ્યક્ત કર્યો હતો….*_
જૂનાગઢ જીલ્લા પોલીસ વડા શ્રી હર્ષદ મહેતા સાહેબ દ્વારા સંવેદના પૂર્ણ કાર્યવાહી કરવા બદલ જીલ્લા નેત્રમ શાખા (કમાન્ડ & કંટ્રોલ સેન્ટર) પોલીસ ટીમને અભિનંદન આપેલ હતા. આમ,નેત્રમ શાખાના પોલીસ સ્ટાફ દ્વારા અસ્મીતાબેન દાસનો રૂ. રૂ. ૧૫,૦૦૦/- ની કિંમતનો Redmi કંપનીનો Note 9pro મોબાઇલ ફોન ગણતરીની ક્લાકોમાં શોધી પરત અપાવી, સુરક્ષા સાથે સેવાનું ઉત્તરદાયિત્વ નિભાવી “પોલીસ પ્રજાનો મિત્ર છે” એ સૂત્રને સાર્થક કરવામાં આવેલ છે.
મહેશ કથિરીયા
બ્યુરો ચીફ જૂનાગઢ
દૂરદર્શી ન્યુઝ
More Stories
ભરૂચ-નમઁદા જીલ્લા વસવાટ કરતાં આત્મીય આદિવાસી સમાજના આસ્થાના કેન્દ્રબિંદુ સમાન નેત્રંગ સ્વામીનારાયણ મંદિરમાં દિવાળી-નુતનવષૉની નિમિત્તે ભવ્ય સત્સંગસભા અને અન્નકુટ સહિત મહાઆરતી-પ્રસાદીનું આયોજન કરાવામાં આવ્યું હતું.
વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદીની ઉપસ્થિતિમાં એકતાનગર ખાતે રાષ્ટ્રીય એકતા દિવસની શાનદાર – જાનદાર ઉજવણી
૧૦૦ પરંપરાગત કલાકારો પોતાના લોકવાદ્યો અને લોકસંગીતથી શ્રોતાઓને મંત્રમુગ્ધ કર્યા