October 29, 2024

જુનાગઢ જિલ્લાના વંથલી તાલુકાના નવલખી ગામમાં  વિદ્યાર્થીઓ તેજસ્વી તારલાએ વિવિધ પરીક્ષાઓ મા ઉત્કૃષ્ટ દેખાવ કરવા બદલ વાઘેલા પરિવાર કર્મચારી ગ્રુપ દ્વારા શિલ્ડ, પ્રમાણપત્ર, આપી સન્માનિત કરવામાં આવ્યા

Share to

જૂનાગઢ જિલ્લા lના વંથલી તાલુકાના નવલખી મુકામે વાઘેલા પરિવાર કર્મચારી ગ્રુપ દ્વારા વાઘેલા પરિવારના તેજસ્વી તારલાઓને સન્માનવા માટેનો એક સન્માન સમારોહ નું આયોજન થયેલ હતું આ સન્માન સમારોહ નું આયોજન વાઘેલા પરિવાર કર્મચારી ગ્રુપ નવલખી ના કર્મચારી શ્રી ચુનીલાલ વાઘેલા રાહુલ વાઘેલા હરેશભાઈ વાઘેલા અને ચીમનભાઈ વાઘેલા દ્વારા કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં વાઘેલા પરિવારના વર્ષ -2024 મા વિવિધ પરીક્ષાઓ મા ઉત્કૃષ્ટ દેખાવ કરનાર કુલ 11 વિદ્યાર્થીઓને વાઘેલા પરિવાર કર્મચારી ગ્રુપ દ્વારા શિલ્ડ, પ્રમાણપત્ર, દફતર, કંપાસ બોક્સ નાસ્તા બોક્સ, નોટબુક, પેન જેવી અધ્યયન ને લગતી કીટ આપી વાઘેલા પરિવારનાના વડીલો હસ્તે સન્માનિત કરવામાં આવ્યા હતા. કાર્યક્રમ કરવા પાછળ નો ઉદેશ્ય વિદ્યાર્થીઓ આગળ વધુ સારો દેખાવ કરી અભ્યાસમા આગળ વધી પોતાના જીવનને વધુ સારુ બનાવે, પરિવાર, સમાજ અને દેશના ઉત્થાન મા પોતાનું યોગદાન આપે તે છે. આ કાર્યક્રમની અંદર પરિવારના તમામ સભ્યો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. અને આ તકે સમૂહ ભોજનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ તમામ કાર્યક્રમને સફળ બનાવવા વાઘેલા પરિવાર કર્મચારી ગ્રુપના કર્મચારી સદસ્યશ્રીઓ ચુનીલાલ વાઘેલા, રાહુલભાઈ વાઘેલા, હરેશભાઈ વાઘેલા, અને ચીમનભાઈ વાઘેલા એ ખૂબ જ જહેમત ઉઠાવી હતી.

મહેશ કથિરીયા
બ્યુરો ચીફ જૂનાગઢ
દૂરદર્શી ન્યુઝ


Share to

You may have missed