નસવાડી તાલુકાના હમીરપુરા (બો) પ્રાથમિક શાળાના શિક્ષક દ્વારા આદીવાસી વિદ્યાર્થીઓ પાસે શૌચાલય સફાઈ કરાવવાનો વિડીઓ વાયરલ

Share to

છોટાઉદેપુર જીલ્લો આદીવાસી બાહુલ્ય વસ્તી ધરાવતો જીલ્લો છે ત્યારે ત્યારે સરકાર આદીવાસી વિદ્યાર્થીઓ ને શહેર જેવું શિક્ષણ મળે તે હેતુ થી કરોડો રૂપિયાની ગ્રાન્ટ ફાળવે છે પરંતુ છોટાઉદેપુર જીલ્લા ના નસવાડી તાલુકામાં શિક્ષણ દિવસે દિવસે કથળી રહ્યું છે ત્યારે જીલ્લા કક્ષાએથી શિક્ષણાધિકારીઓ નુ કોઈ સુપરવિઝન નથી ત્યારે અવાર નવાર આદીવાસી વિસ્તારમાં શિક્ષકો ગુલ્લાંમારવાનાં અને શિક્ષણ કથળી રહ્યાના અનેક સમાચારો મીડીયા દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવે છે પરંતુ જીલ્લા કક્ષાએ બેઠેલા અધિકારીઓ તારું મારૂ સહિયારું તેવા નોટીસ આપી ખુલાસા પૂછી સંતોષ માને છે ત્યારે આ વિદ્યાર્થીઓ પાસે શૌચાલય સફાઈ કરાવવાનો વિડીઓ વિડિયો કોઈ નાગરિકે વાયરલ કરતા આદીવાસી વિસ્તાર મા શિક્ષક સામે રોષ ફાટી નીકળ્યો છે આ વિડીઓ વાયરલ થતાં અનેક સવાલો ઉભા થઇ રહ્યા છે.
અને જય આદીવાસી મહાસંઘના પ્રમુખ અરવિંદભાઈ ભીલ ના જણાવ્યા મુજબ આદિવાસી વિદ્યાર્થીઓ પાસે શૌચાલય સફાઈ કરાવવાનું કેટલે અંશે વ્યાજબી કહેવાય જો આ શિક્ષક સામે કાયદેસર કાર્યવાહી નહીં કરવામાં આવેતો જય આદીવાસી મહાસંઘ ગાંધી ચિંધયા માર્ગે આ શિક્ષક સામે લડત આપશે આ શિક્ષક સામે આદીવાસી પ્રજામાં રોષ ફાટી નીકળ્યો છે હવે એ જોવું રહ્યું કે શિક્ષણના ઉચ્ચ અધિકારીઓ આ શિક્ષક સામે શું પગલા ભરે છે

ઈમરાન મન્સૂરી છોટાઉદેપુર


Share to

You may have missed