November 27, 2024

અંકલેશ્વર ખાતે ખાનગી શાળામા ભણાવતી શિક્ષિકા તેની બેન,ભાઈ સહિત અન્ય એક સામે જમીન વેચાણનું બાનાખત લખી આપ્યુ અને ૩૦ લાખ પડાવી લીધા બાદ.

Share to

જમીનનો દસ્તાવેજ નહિ કરી આપતા
ઝધડીયા તાલુકાના ધારોલી ના વતની ભાજપામા જોડાયેલ નેતાને પોતાની સાથે છેતરપીંડી થયાનુ માલુમ પડતા નેત્રંગ પોલીસ સ્ટેશન મા ફરીયાદ કરી.

પ્રતિનિધિ દ્રારા નેત્રંગ. તા.૦૯-૦૭-૨૪.

ઝધડીયા તાલુકાના ધારોલી ગામના વતની અને હાલ સરગમ રેસીડન્સી વાલીઆ રોડ કોસમડી ખાતે રહેતા ગત વિધાનસભાની ચુંટણીમા ઝધડીયા બેઠક પરથી કોગ્રેસ પક્ષના ઉમેદવાર જાહેર થયેલ અને હાલમા ભાજપામા જોડાયેલ ફતેસીંગ ચીમનભાઈ વસાવા જમીન લે વેચ તેમજ ડેવલપમેન્ટ એસ્ટેટ બ્રોકરીંગ ના ધંધા સાથે સંકળાએલ હોય.
જેઓના સંતાનો અંકલેશ્વર ખાતે આવેલ એક ખાનગી સ્કૂલમા અભ્યાસ કરતા હોય, સદર સ્કૂલ મા ફરજ બજાવતી શિક્ષિકા સારીકાબેન નવલભાઈ વસાવા કે જે મુળ રહે નેત્રંગ અને હાલ રહે શ્રી રામ સોસાયટી, અંકલેશ્વર ખાતે રહેતી સદર શિક્ષિકા પ્રકાશભાઇ જેસંગભાઈ સાથે તેમજ ફતેસીંગ ચીમનભાઈ વસાવા સાથે સંપર્ક મા આવ્યા બાદ વર્ષ ૨૦૨૨મા શિક્ષિકા સારીકાએ જણાવેલ કે ” મારે છોકરાની ફી ભરવાની તથા ભાઇના લગ્ન હોવાથી તથા ધર બનાવવા માટે રૂપિયા ની જરૂર છે.માટે નેત્રંગ ખાતે આવેલ અમારી જમીન ખાતાનં ૩૧૫ થી બ્લોક ૧૯૩ ( જુના બ્લોક નં ૬૮ / જેનો વિસ્તાર હેક્ટર ૦૩-૯૧-૧૩ હોય જે આશરે એકર ૧૦ આદર્શ નિવાસી શાળા પાસે આવેલ છે.
સદર જમીન ની કિંમત રૂપિયા છ લાખ એક એકરના નક્કી થયેલ જે મુજબ આ જમીન સારીકા નવલભાઈ વસાવા,દિનાબેન નવલભાઈ વસાવા,કિરણભાઈ નવલભાઈ વસાવા તેમજ રામેશ્વર શંભુભાઈ ગુલાલેએ ફતેસીંગભાઈ વસાવાને નક્કી થતા જેનું બાનાખત વાલીઆ ખાતે એડવોકેટ અને નોટરી નટવરભાઈ વસાવાએ ક્યુ હતુ.જે બાદ ફતેસીંગભાઈના ભાગીદાર પ્રકાશભાઇ જેસંગભાઈ વસાવા સાથે રાખી ઉપરોક્ત સારીકાબેન નવલભાઈ વસાવા તેમજ તેઓના ભાઈ બેનને રૂપિયા પાંચ લાખ અલગ અલગ બેંક ચેક લખી આપેલ હતા.
બાનાખત બાદ જમીન વેચનાર વસાવા પરીવારે અલગ અલગ પ્રકારના બહાના બતાવી ફતેસીંગભાઈ વસાવા પાસેથી ચેક થી રોકડા મળી કુલ્લે રૂપિયા ૩૦ લાખ ચુકવાઇ ગયા હોય જેને લઈ ને ફતેસીંગ વસાવાએ જમીનનો દસ્તાવેજ કરી આપવા જણાવેલ અને બાકી નિકળતો હિસાબ દસ્તાવેજ થાય તુરંત આપવા જણાવેલ પરંતુ શિક્ષિકા સારીકાએ જણાવેલ કે મારા ભાઈ બહેન દસ્તાવેજ કરી આપવાનુ ના કહે છે. ત્યારબાદ જણાવેલ કે જમીનની જે વેચાણ કિંમત નક્કી થયેલ છે તે ઓછી હોય કિંમત મા વધારો કરો નહિ તો અમો આ જમીન અન્ય ને વેચાણ આપી દઈશુ નુ જણાવેલ જે બાદ આ જમીન અન્ય વેચનાર હોવાનુ માલુમ પડતા અને પોતાની સાથે છેતરપિંડી થઈ હોવાનુ માલુમ પડતા તા.૦૭મી ના રોજ નેત્રંગ પોલીસ સ્ટેશન મા ફરીયાદ લખાવતા પોલીસે ઉપરોક્ત શિક્ષિકા તેની બહેન,ભાઈ તેમજ અન્ય એક વ્યકિત સામે આઇપીસી કલમ ૪૦૬,૪૨૦,૧૧૪ મુજબ ગુનો નોંધી આગળની તપાસ પીએસઆઇ આર,આર, ગોહિલ. ચલાવી રહ્યા છે.

*વિજય વસાવા નેત્રંગ*


Share to

You may have missed