November 21, 2024

ઝઘડિયા તાલુકાના ઉટીયા ગામની સીમમાં આવેલા RMC પ્લાન્ટમાં મશીનરી અને સાધનોની તોડફોડ કરી લાખોની મતાનું નુકસાનની ઝઘડિયા પોલીસ મથકમાં ફરિયાદ…

Share to

પ્રતિનિધિ / સતીશ વસાવા ઝગડીયા

ભરૂચ જિલ્લાના ઝગડીયા તાલુકાના ના ઉટીયા ગામની સીમમાં આવેલા RMC પ્લાન્ટમાં મશીનરી અને સાધનોની તોડફોડ કરી લાખોની મતાનું નુકસાનની ઝઘડિયા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવા પામી છે. પ્રાપ્ત માહિતી અનુસાર ઝઘડિયા તાલુકાના ઉટીયા ગામની સીમમાં દિનેશ ઉર્ફે ટીનો રવજી ઈશ્વર વસાવા તથા તેઓના ભાગીદારનો RMC નો પ્લાન્ટ કાર્યરત છે.
તેવો RMC પ્લાન્ટ દિનેશ અને સાહેદો ભાગીદારીમાં નાખવાના હોય જે પ્લાન્ટ કાર્યરત થાય તો જયમીન રણછોડ પટેલ રહે. અંકલેશ્વર નાઓના પ્લાન્ટમાં નુકસાન થાય એમ હોય તેની ધંધાકીય રીસ રાખી હતી.

જયમીન પટેલે તેઓના પર રીસ રાખી જયમીન પટેલ સહિત ૧૭ જેટલા ઈસમોએ એક ટાટા હિટાચી મશીન ટ્રકમાં લાવી અને ટાટા હિટાચી મશીન વડે દિનેશના RMC પ્લાન્ટ નાખવા માટેના કીમતી મશીનરી અને સાધનોની તોડફોડ કરી ૪૦ થી ૫૦ લાખનું નુકસાન કર્યું હતું અને ફરિયાદી દીનેશનો આક્ષેપ છે કે અમે આદિવાસી જ્ઞાતિના હોવાંથી ગમે તમે ગાળો બોલી જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. જે સંદર્ભે દિનેશ ઉર્ફે ટીનો રવજી ઈશ્વર વસાવા એ જયમીન પટેલ સહિત ૧૭ જેટલા ઇસમો વિરૂધ્ધ ઝઘડિયા પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવતા પોલીસે એટ્રોસિટી એક્ટ હેઠળ ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે…


Share to

You may have missed