November 21, 2024

૧૦૮ ઈમરજન્સી સેવા 14 વર્ષ પૂર્ણ થયા અને 15 મા વર્ષમાં પ્રવેશ ની વિશેષ ઉજવણી ના ભાગરૂપે હેડ ઓફીસ અમદાવાદ ખાતે E- Live કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું*

Share to



ગુજરાત રાજ્ય સરકાર દ્વારા 2007 માં શરૂ કરવામાં આવેલી નિઃશુલ્ક સેવા એટલે કે ૧૦૮ ઈમરજન્સી સેવા કોઈપણ જાતની કટોકટી સમયે ગણતરી ની મિનિટો મા મદદરૂપ થવા પહોંચી આવતી એવી ૧૦૮ ઈમરજન્સી સેવા ને ૨૯ ઓગસ્ટ ના રોજ ૧૪ વર્ષ પૂર્ણ થયા છે જેની વિશેષ રીતે ઉજવણી કરવામાં આવી હતી ગુજરાત રાજ્ય માં શ્રેષ્ઠ કામગીરી કરનાર કર્મચારીઓના ઘરે જઈ માતા-પિતા વડીલો, પરિવાર જનો તથા ગ્રામજનો ઉપસ્થિતિમાં અવોર્ડ થી સન્માનિત કરી ધન્યવાદ પાઠવવામાં આવ્યા હતા અને કાર્યક્રમનું લાઈવ પ્રસારણ અમદાવાદ ની હેડ ઓફિસ થી કરવામાં આવ્યો હતૂ.

આ પ્રસંગે ભરૂચ છોટાઉદેપુર નર્મદા જિલ્લાના પ્રોગ્રામ મેનેજર અભિષેક ઠાકર સર ઇમર્જન્સી મૅનેજમેન્ટ એક્ઝિક્યુટિવ મહેન્દ્ર સિંહ ચૌહાણ પ્રવીણ ભાઈ વસાવા અશોક ભાઈ મિસ્ત્રી પ્રોગ્રામ કો-ઓર્ડીનેટર સચિન ભાઈ સુથાર દ્વારા ગુજરાત રાજ્યમાં શ્રેષ્ઠ લેબોરેટરી ટેકનીશીયન તરીકેનો એવોર્ડ છોટાઉદેપુર જિલ્લાના આરોગ્ય સંજીવની પર ફરજ બજાવતા સિંગા ભાઈ રાઠવાના ઘરે ઝોઝ મુકામે જઈ તેમના માતા-પિતા તથા વડીલોની હાજરીમાં તથા ગ્રામજનોની હાજરીમાં એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા

તથા ગુજરાત રાજ્યના બેસ્ટ ઇમર્જન્સી મૅનેજમેન્ટ એક્ઝિક્યુટિવ તરીકે નો યોગદાન એવોર્ડ છોટાઉદેપુર જિલ્લાના એક્ઝિક્યુટિવ મહેન્દ્રસિંહ ચૌહાણ ને તેમના પરિવાર સહિત અમદાવાદની હેડ ઓફિસ પર આમંત્રિત કરી એવોર્ડ થી સન્માનિત કરવામાં આવ્યા હતા અને આ કાર્યક્રમ નુ સમગ્ર ગુજરાતમાં લાઈવ પ્રસારણ કરવામાં આવ્યું હતું

છોટાઉદેપુર જિલ્લાના ઇમર્જન્સી મૅનેજમેન્ટ એક્ઝિક્યુટિવ મહેન્દ્રસિંહ ચૌહાણ એવોર્ડ મળવા પર 108 ટીમ નો આભાર માન્યો હતો
મહેન્દ્રસિંહ
ઇમર્જન્સી મૅનેજમેન્ટ એક્ઝિક્યુટિવ

અલ્ફેઝ પઠાણ છોટાઉદેપુર


Share to