વિસાવદર તાલુકાના વતનનાં વિકાસ કાયૅમા સહયોગી બનતા વતનપ્રેમી દાતાશ્રીઓ
જૂનાગઢના વિસાવદરમાં તા,૩૦.જન્માષ્ટમી ના પાવન દિવસે વિસાવદર તાલુકાના સુખપુર ગામે નિર્માણ થનાર માતુશ્રી કુવરબેન રામજીભાઈ રામાણી લેઉવા પટેલ સમાજ ભવનનુ ખાત મુહૂર્ત સમાજ ભવન ના મુખ્ય દાતા અને પૂવઁ ધારાસભ્ય અને પોપટભાઈ રામજીભાઈ રામાણીના હસ્તે કરવામા આવ્યુ, સમાજભવનનું ભુમી પૂજન મનસુખભાઈ કરસનભાઈ ડોબરીયાના હસ્તે થયુ હતુ. અત્રે ઊલ્લેખનિય છે કે પોપટભાઈ રામજીભાઈ રામાણી ઉમદા સમાજ સેવક તરીકે વિસાવદર અને ભેસાણ પરગણામાં સારી નામના ધરાવે છે. સુરતનાં ઉદ્યોગપતિ એવા બિપીનભાઈ રામાણી કે જેઓએ કોરોનાની બીજી લહેર વિસાવદરમા વ્યાપક ફેલાઈ હતી ત્યારે ગરીબ ગ્રામિણો માટે સેવાયવજ્ઞ ચલાવ્યો હતો,
વિસાવદર વિસ્તારના ભામાશા તરીકે જાણીતા બીપીનભાઈએ આ સમાજ ભવનનાં નિમાઁણકાયૅમાં આથિઁક સહયોગી બની સમગ્ર ટ્રસ્ટી મંડળને અભિનંદન પાઠવી ખુશી વ્યક્ત કરી હતી. ટ્રસ્ટીઓ મનસુખભાઈ ડોબરીયા, બીપીનભાઈ રામાણી, ડો. પીયુષકુમાર વડાલીયા, સવજીભાઈ ગોંડલીયા, જમનભાઈ તળાવીયા, રમેશભાઈ તળાવીયા, પરસોતમભાઈ સોજીત્રા, કેશુભાઈ વડાલીયા, રસીકભાઈ વડાલીયા, રોહિત વડાલીયા, અશ્વિન રામાણી, વી ડી ભાલીયા, અજય પડશાળા, મહેશ સોજીત્રા, ભીખુભાઈ ગોંડલીયા જેઓ સુખપુર ગામના વતની છે, અને વ્યવસાયાથેઁ વતનથી દુર સ્થાયી થયા હોવા છતાં તેઓએ માતબર યોગદાન આપી પ્રેરણા પુરી પાડી વતન તરફના પ્રેમને પ્રતિપાદીત કયોઁ હતો,સમગ્ર ગ્રામજનોના સહયોગથી આ ભવ્યાતિભવ્ય સમાજ ભવન નુ નિર્માણ કરવાનો સંકલ્પ કર્યો છે.
મહેશ કથીરિયા
બ્યુરો ચિફ જૂનાગઢ
More Stories
પરિણીત દીકરીને મળી શકે પિતાની મિલકતમાં ભાગ? જાણો શું કહે છે કાયદો
જૂનાગઢ ભક્તકવિ નરસિંહ મહેતા યુનિ. દ્વારા સ્વાવલંબી ભારત અભિયાન સંયુક્ત ઍક દિવસીય સેમિનાર યોજાયો
જૂનાગઢ ભક્તકવિ નરસિંહ મહેતા યુનિ. દ્વારા પરીક્ષા અનુસ્નાતક કક્ષાએ અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની પરીક્ષાનો પ્રારંભ થયો