ચાલુ વર્ષ દરમિયાન નેત્રંગ તાલુકામાં સિઝનનો સૌથી વધુ ૩૩૬ મી.મી. વરસાદ જ્યારે જંબુસર તાલુકામાં સૌથી ઓછો ૮૬ મી.મી. નોંધાયો
ભરૂચ – શુક્રવાર – ભરૂચ જિલ્લા ડિઝાસ્ટર મેનેજમેન્ટ રૂમ તરફથી પ્રાપ્ત અહેવાલ મુજબ તા.૦૫લી જુલાઈ, ૨૦૨૪ને ગુરુવારના રોજ સવારના ૬=૦૦ કલાકે પુરા થતાં છેલ્લા ૨૪ કલાક દરમિયાન જિલ્લામાં સરેરાશ ૧૦.૩૪ મી.મી.વરસાદ નોંધાયો છે.
છેલ્લા ૨૪ કલાક દરમિયાન વરસાદના આંક જોઇએ તો, ભરૂચ જિલ્લાના હાંસોટ ૯ મિ.મિ, ઝઘડિયા તાલુકામાં- ૩૪ મિ.મિ.,વાલિયા તાલુકામાં-૦૫ મિ.મિ., ભરૂચ તાલુકામાં ૦૯,અંકલેશ્વર તાલુકામાં ૨૪,નેત્રંગ તાલુકામાં ૧૧ મિ.મિ, વાગરા તાલુકામાં ૦૨ મિ.મિ, જંબુસર ૦૦ મિ.મિ., આમોદ ૦૦ મિમિ, મળી ભરૂચ જિલ્લામાં છેલ્લા ૨૪ કલાક દરમિયાન કુલ- ૧૦.૩૪ મીમી વરસાદ નોંધાયો છે.
ભરૂચ જિલ્લાના તાલુકામાં આ મોસમનો કુલ વરસાદની પરિસ્થિતિ જોઈએ તો ભરૂચ જિલ્લામાં સૌથી વધુ વરસાદ નેત્રંગ તાલુકામાં ૩૩૬ મીમી નોંધાયો છે, જ્યારે જંબુસર તાલુકામાં સૌથી ઓછો ૮૬ મી.મી. વરસાદ નોંધાયો હોવાના અહેવાલ ભરૂચ જિલ્લા પૂર નિયંત્રણ કક્ષ તરફથી પ્રાપ્ત થયાં છે.
More Stories
જૂનાગઢ ભક્તકવિ નરસિંહ મહેતા યુનિ. દ્વારા સ્વાવલંબી ભારત અભિયાન સંયુક્ત ઍક દિવસીય સેમિનાર યોજાયો
જૂનાગઢ ભક્તકવિ નરસિંહ મહેતા યુનિ. દ્વારા પરીક્ષા અનુસ્નાતક કક્ષાએ અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની પરીક્ષાનો પ્રારંભ થયો
અમરેલી ટાઉનમાંથી પોલીસ નહી હોવા છતા પોલીસનો યુનિફોર્મ પહેરી ફરતા નકલી પોલીસ એવા આરોપી ઉમેશ રાહુલભાઇ વસાવાને બાતમી આધારે પકડી પાડતી અમરેલી એલ.સી.બી.