October 17, 2024

* ઝરણાવાડી ગામમાં દીપડો લટાર મારતો હોવાથી ગ્રામજનોમાં ભયનો માહોલ

Share to

* રાત્રીએ એક શ્વાસનું બચ્ચું ઉપાડીને લઈ ગયું,વાછરડાનો આબાદ બચાવ


* વનવિભાગ પાસે પાંજરૂ મુકવાની માંગ

તા.૦૩-૦૭-૨૦૨૪ નેત્રંગ.

મુજબ ભરૂચ જીલ્લાના વાલીયા-નેત્રંગ અને ઝઘડીયા તાલુકો વન્યપ્રાણીના વસવાટ માટે જાણે અભિયારણ બની ગયા હોય તેવું જણાઇ રહ્યું છે.અવરનવર દીપડો રહેઠાણ વિસ્તારમાં નજરે પડવા અને માનવવસ્તી ઉપલ જીવલેણ હુમલાની ઘટના પ્રકાશમાં આવતી હોય છે.નેત્રંગ તાલુકાના ઝરણાવાડી ગાનના નવીવસાહત ફળીયામાંથી છેલ્લા ચાર-પાંચ દિવસથી દીપડો રાત્રીના અંધકારના સમયે લટાર મારતો હોવાનું ગ્રામજનોને નજરે પડી રહ્યું છે.નવીવસાહત ફળીયામાં રહેતા કોટેસિંગ દેવજીભાઇ વસાવાના ઘરના પાસેથી જ રાત્રીના ૧૦ વાગ્યાની આસપાસ દીપડો એક શ્વાનનું નાનુ બચ્ચુ પોતાની ભુખ સંતોષવા માટે ઉડાપી ગયો હતો.ત્યારબાદ એક વાછરડાને ઉડાપી જવાનો પ્રયાસ હાથધયૉ હતો.પણ તે સફળ થયો નહતો.તેવા સંજોગોમાં ઝરણાવાડી ગ્રામજનો ભયમુક્ત માહોલમાં જીવનનિવાઁહ કરવા મજબુર બન્યા છે,અને નેત્રંગ વનવિભાગ પાસે દીપડાને પુરવા પાંજરૂ ગોઠવાની માંગ કરી રહ્યા છે.

*વિજય વસાવા નેત્રંગ*


Share to

You may have missed