જુનાગઢ, મજેવડી દરવાજા ખાતેથી વહેલી સવારે મજરી અર્થે જતા ઇસમના હાથમાંથી રોકડ રકમની ઝટ મારી ચીલ-ઝડપ કરી નાસી જનાર રીઢા ચોર ઇસમને મુદામાલ સાથે ગણતરીના કલાકોમાં પકડી પાડી વણ-શોધાયેલ ગુન્હાને શોધી કાઢતી જુનાગઢ “એ” ડિવીઝન પોલીસ
જુનાગઢ રેન્જના પોલીસ મહાનિરીક્ષક શ્રી નિલેષ જાજડીયા સાહેબ અને પોલીસ અધિક્ષક શ્રી હર્ષદ મહેતા સાહેબ દ્વારા લોકોની મીલ્કતનું રક્ષણ થાય અને ચોરી, ચીલઝડપ, લુટ, ધાડ, ઘરોફડ જેવા મિલ્કત સંબંધી ગુન્હા બનતા અટકે અને આવા ગુન્હા બને તો કેવી રીતે આરોપીને મુદામાલ સાથે શોધી મુદામાલ ભોગ બનનારને પરત આપાવી શકાય તેવી પરીણામલક્ષી કામગીરી કરી શકાય તે માટે અવાર નવાર સલાહ/સુચનો આપવામાં આવેલ હોય,
જે અનુસંધાને જુનાગઢના નાયબ પોલીસ અધિક્ષક શ્રી હિતેષ ધાંધલ્યા સાહેબના સીધા માર્ગદર્શન હેઠળ કનુભાઇ શંકરભાઇ મકવાણા રહે. જુની આર.ટી.ઓ. ઓફીસ પાસે જુનાગઢ વાળા વહેલી સવારના દોલતપરા ખાતે મજુરીકામ અર્થે જવા માટે પોતાના ઘરેથી ચાલીને નીકળેલ હોય અને જુનાગઢ, મજેવડી દરવાજા, દરગાહ પાસે રિક્ષા આવવાની રાહ જોતા ઉભા હોય દરમ્યાન પોતાના ખીસ્સામાંથી અલગ-અલગ દરની ચલણી નોટો મળી આશરે રૂ.૪૫૦૦/-ની રોકડ રકમ હોય તે બહાર કાઢી રીક્ષાનું ભાડુ અલગ કાઢતા હોય દરમ્યાન એઇ અજાણ્યો ઇસમ ચાલુ મોટરસાઇકલે આવી સદર રોકડ રકમ પર ઝટ મારી ચીલ ઝડપ કરી નાસી ગયેલ હોય વિ.મતલબે જુનાગઢ “એ’ ડિવી.પો.સ્ટે. ખાતે આવી જાહેરાત આપતા ભારતીય ન્યાય સહીતાની કલમ મુજબનો વણ શોધાયેલ ગુન્હો રજી.થયેલ હોય જે શોધી કાઢવા એ. ડિવીઝન પો.સ્ટે.ના પો. ઇન્સ. શ્રી વી.જે સાવજ સાહેબે તુરત જ સેકેન્ડ પો.ઇન્સ. શ્રી એમ.સી. પટેલ તથા ગુન્હા નિવારણ શાખાના પો.સ.ઇ. ઓ.આઇ.સીદી ને પો.સ્ટાફ સાથે ટીમ વર્ક કરી નેત્રમ શાખાની મદદ મેળવી આ કામના ચોર તથા મુદામાલ શોધવા સુચના આપતા એ.એસ.આઈ. સરતાજ સોંધ તથા પો.કોન્સ. રામભાઇ ચાવડા તથા સાજીદખાન બેલીમ નાઓએ હ્યુમન તથા ટેકનીકલ સોર્સથી સયુકતમાં બાતમી રાહે હીકકત મેળવેલ કે આ કામનો ગુન્હો જુનાગઢ ઘાંચીપટ વિસ્તારમા રહેતો એમ.સી.આર. સબ્બીર ઉર્ફે ગભરૂ સુલેમાનભાઈ હાલાએ કરેલ છે તે હકીકત આધારે મજકુર ઇસમને પો.સ્ટે. બોલાવી યુકતી પ્રયુકતીથી પુછ પરછ કરતા પોતે જ આ કામનો ગુન્હો કરેલ હોવાની કબુલાત આપતા આ કામે વણ શોધાયેલ ગુન્હાને શોધી કાઢેલ.
( આરોપી સબ્બીર ઉર્ફે ગભરૂ સુલેમાનભાઇ જુનાગઢ, સરદાર બાગ પાછળ, ઘાંચીપટ, મેમણ કોલોની
(૨) આરોપી પાસેથી કબ્જે કરવામાં આવેલ મુદામાલઃ-(૧)રોકડ રકમ રૂ.૪,૫૦૦/-(૨)ગુન્હો કરવામાં ઉપયોગ કરેલ સ્પ્લેન્ડર મો.સા. કિ.રૂ.૩૦,૦૦૦/-
(૩) આરોપીનો ગુન્હાહીત ઇતિહાસ:-
જુનાગઢ “બી- ડિવી પો.સ્ટે. તેમજ
ગીર સોમનાથ ઉના પો.સ્ટે. મા પાંચ જેટલા ગુના આચાર્ય છે
આ કામગીરી જુનાગઢ ‘એ’ ડિવી. પો.સ્ટે.ના પો.ઇન્સ શ્રી વી.જે.સાવજ તથા સેકન્ડ પો.ઇન્સ શ્રી એમ.સી પટેલ તથા પો.સ.ઇ. ઓ.આઈ.સીદી તથા એ.એસ.આઇ, સરતાજ સાધ તથા પો.હેડ.કોન્સ. કિરણ રાઠોડ તથા પો.કોન્સ. રામભાઈ ચાવડા તથા જીજ્ઞનેશ શુકલ તથા સાજીદખાન બેલીમ તથા ભરત ઓડેદરા તથા જુવાન લાખણોત્રા તથા વીક્રમ છેલાણા તથા નરેન્દ્ર બાલસ તથા નીલેસ રાતીયા તથા નેત્રમ શાખાના પો.સબ.ઇન્સ. શ્રી પી.એચ.મશરૂ તથા પો.કન્સ. શિલ્પાબેન કટારીયા તથા એન્જીનીયર રીયાઝ અન્સારી તથા મસાઉદ પઠાણ સાહેબ પોલીસ સાથે આરોપીને પકડી પાડ્યો હતો
મહેશ કથિરીયા
બ્યુરો ચીફ જૂનાગઢ
દૂરદર્શી ન્યુઝ
More Stories
જૂનાગઢ માં રૂ. ૫,૦૦૦/- ની કિંમતના સામાનનો થેલો ખોવાતા નેત્રમ શાખા પોલીસ દ્રારા ગણતરીની ક્લાકોમાં શોધને અરજદારને પરત કર્યો
જુનાગઢ ગંડાગર રોડ મહાનગર પાલીકા હસ્તકના ડો.બાબા સાહેબ આંબેડકર કોમ્યુનીટી હોલમા ચોરી કરનારા આરોપીને જુનાગઢ પોલીસે પકડી પડ્યા
બોડેલીમાં ગણેશજીની સ્થાપના માટે જતા ડી.જે સાથે ગયેલા કિશોરને કરંટ લાગતા મોત,