September 8, 2024

કંબોડીયા ગામને જોડતો મુખ્ય રસ્તો ખાડામાં ગરકાવ

Share to

* કંબોડીયા ગામના પાટીયા પાસે રસ્તામાં મોટો ભુવો પડ્યો

* પ્રા.સમાકામ નહીં કરાય તો ગમખ્વાર અકસ્માતની શક્યતાઓ

નેત્રંગ તાલુકાના કંબોડીયા ગામને જોડતો મુખ્ય રસ્તા ખાડામાં ગરકાવ થતાં સ્થાનિક રહીશો-વાહનચાલકોને ભારે હાડમારીનો સામનો કરવો પડે છે.સાધારણ વરસાદમાં રસ્તાનું ભારે ધોરાણ થતાં નિમૉણની કામગીરીમાં ભ્રષ્ટાચાર કયૉ હોવાનું પ્રાથમિક તબક્કે જાણવા મળી રહ્યું છે.ચાલુ વરસાદે તો સ્થાનિક રહીશોને કોઈપણ કામ અથઁ ગામની બહાર નિકળવું મુશ્કેલ બને છે.મામુલી ગફલતના કારણે હાડકા ભાંગવાનો વારો આવી શકે તેમ છે.

અંબાજી-ઉમરગામ રાષ્ટ્રીય ધોરીમાર્ગ અને નેત્રંગ તાલુકાના કંબોડીયા પાટીયા પાસે રસ્તા ઉપર મોટો ભુવો પડી ગયો છે.ભુવો રસ્તા ઉપરથી પસાર થતાં વાહનચાલકનો નજરે પડે તે માટે વૃક્ષની ડાળીઓ મુકી દેવામાં આવી છે.આ રસ્તા ઉપરથી રાત-દિવસ હજારોની સંખ્યામાં વાહનવ્યવહાર પસાર થતો હોવાથી મામુલી ગફલતથી મોટો ગમખ્વાર અકસ્માત સજૉય શકે તેમ છે.પરંતુ માગઁ-મકાન વિભાગના જવાબદાર અધિકારીઓને કંબોડીયા ગામે રસ્તામાં પડેલ ભુવો નજરે પડતો નથી.આગામી ટુંક સમયમાં જ રસ્તામાં પડેલ ભુવાનું સમારકામ કરાય તેવી લોકમાંગ ઉઠી છે.

*વિજય વસાવા નેત્રંગ*


Share to

You may have missed