ભ
રૂચ જિલ્લા ના નેત્રંગ નગરના મુખ્ય માર્ગ બિસ્માર બનતા વાહનચાલકોની હાલત કફોડી બની છે અને આ માર્ગ ઉપર પડેલ ખાડાને કારણે ખાડામાં પાણી ભરાયા છે. પ્રથમ વરસાદમાં માર્ગનું ધોવાણ થતાં તેમજ નગરના મુખ્ય માર્ગ ઉપર ખાડા પડતા માર્ગની કામગીરી ઉપર સવાલો ઉભા થયા છે જેને લઇ નેત્રંગના કોંગ્રેસ અગ્રણી શેરખાન પઠાણ તેમજ તેઓના સમર્થકો દ્વારા ભારતીય જનતા પાર્ટીના ઝંડા ખાડામાં રોપી અનોખો વિરોધ નોંધાવ્યો હતો. અને તેઓ દ્વારા ખાડા પુરવાની કામગીરી કરવામાં આવી હતી .આ અનોખો વિરોધ કરતા નેત્રંગ નગરના નગરજનોમાં કુતુહલ સર્જાયું હતું. જણાવ્યું હતું કે માર્ગ અને મકાન વિભાગના અધિકારીઓ દ્વારા કોન્ટ્રાક્ટર સાથે સાત ઘાટ કરી ભ્રષ્ટાચાર કરવા માં આવે છે તેવા આક્ષેપ કોંગ્રેસ અગ્રણી શેરખાન પઠાને કર્યા હતા. પ્રસાદ દિવસમાં ભરૂચ જિલ્લાના તમામ રસ્તાઓનું સાત દિવસમાં સમરકામ નહીં થાય તો ભારે વિરોધ પ્રદર્શન કરવામાં આવશે તેમ જણાવ્યું હતું .
*વિજય વસાવા નેત્રંગ*