* મામુલી વરસાદની સાથે મોટા-મોટા ખાડા પડ્યા
* રૂ.૬૭ કરોડના ખચઁ રસ્તાના નવીનીકરણ માટે મંજુર થયાના અહેવાલ
તા.૦૨-૦૭-૨૦૨૪ નેત્રંગ.
નેત્રંગ-અંકલેશ્વર રસ્તો વાહનચાલકો અને રાહદારીઓ માટે માથાનો દુખાવો બની ગયો છે.નેત્રંગથી હજારોની સંખ્યામાં નિત્યક્રમ યુવાનો અંકલેશ્વર અને ભરૂચ જેવા ઔધોગીક એકમોમાં નોકરી કરવા જાય છે.વિધાથીૅઓ અભ્યાસ કરવા માટે છે.વેપારી-ડોક્ટરો અંકલેશ્વરથી નેત્રંગ અપડાઉન કરે છે.નેત્રંગ-અંકલેશ્વર સુધીના ૪૫ કિમીના રસ્તાની છેલ્લા લાંબા સમયથી બિસ્માર હાલત છે.પરંતુ માગઁ-મકાન વિભાગના જવાબદાર અધિકારીઓને કંઇ પડી નથી તેવું સ્પષ્ટપણે જણાઇ રહ્યું છે.થોડા સમય પહેલા ચોપડે બતાવી શકાય તે માટે પ્રા.સમારકામ સમારકામ કરવામાં આવ્યું હતું.પરંતુ પહેલા વરસાદમાં રસ્તાનું ભારે ધોવાણ થતાં પરીસ્થિતિ વધુ વિકટ બની છે.તેવા સંજોગોમા વાહનચાલકો જીવના જોખમે રસ્તા ઉપરથી પસાર થતાં હોવાથી ભારે આક્રોશ જણાઇ રહ્યો છે.
નેત્રંગ-અંકલેશ્વરના રસ્તાના નવીનીકરણ માટે રૂ.૬૭ કરોડના ખચઁ રસ્તાના મંજુર થયાના અહેવાલ મળ્યા છે.પરંતુ હાલ ચોમાસામાં નવીનીકરણની કામગીરી હાથ ધરાશે નહીં તેવું સ્પષ્ટપણે જણાઇ રહ્યું છે.ત્યાં સુધી વાહનચાલકો-રાહદારીઓને હાડકા જ ભાંગવા પડશે તેવું લોકમુખે ચચાઁઇ રહ્યું છે.
*વિજય વસાવા નેત્રંગ*