જુનાગઢ જિલ્લાના ભેસાણ તાલુકાના કરીયા ગામના ખેડૂત વિનુભાઈ ગજેરા ની પાસે ઘર ચલાવવા માટે 20 વીઘા જમીન આવેલી છે જેમાં છેલ્લા પાંચ વર્ષથી 20 વીઘા જમીનમાં પાણી ભરાય છે જેને લઈને પાંચ વર્ષથી ખેડૂતને ઉપજ પણ ન આવી હોય એટલે બંને સીઝનનું વાવેતર ન થવાથી નુકસાની જય છે છેલ્લા પાંચ વર્ષથી ખેડૂતના ખેતરમાં વાવેતર જ નથી થતું અત્યાર સુધીમાં 25 લાખ થી વધારે નું નુકસાન પણ થઈ ચૂક્યું છે હવે તો ખેડૂતને પોતાના પરિવારનું ઘર ચલાવવું પણ મુશ્કેલ બન્યું છે ખેડૂત તંત્ર સામે લાચાર બન્યો છે ખેડૂત વિનુભાઈ ગજેરા એ પોતાના ખેતરમાં પાણી ભરવા બાબતે નિકાલ માટે મામલતદાર કચેરી કલેકટર કચેરી સ્વાગત સમિતિ અને મુખ્યમંત્રી સુધી રજૂઆત પણ કરેલી છે જેમાં મુખ્યમંત્રીએ તો તંત્રને પણ કહી દીધેલું છે કે આ ખેડૂતનું તાત્કાલિક કામ કરી આપો. માર્ગ મકાન વિભાગ રોડ રસ્તા આર,એન,બી, ના અધિકારી મોરી સાહેબને તો ત્રણ ત્રણ લેખિત અરજીઓ પણ ખેડૂતે આપી છે છતાં આજ સુધી મોરી સાહેબ દ્વારા પાણીનો નિકાલ કરવામાં આવેલો નથી કલેકટર અને રોડ રસ્તા ના અધિકારીઓ ખેતર ઉપર આવીને રૂબરૂ વિઝીટ કરીને ચાલ્યા જાય છે અને કરી આપશું કરી આપશું આવા બહાના આપે છે મુખ્યમંત્ત્રિને રજૂઆત કરવા છતાં પણ આ તંત્રના અધિકારીઓની આંખો ખુલતી નથી ખેડૂત આગામી 15 દિવસમાં આ પાણીનો નિકાલ કરવા માટે અરજ કરી રહ્યો છે આ પાણીનો નિકાલ ન થાય તો આ વર્ષે પણ ખેતરમાં જણસી વાવી શકાય તેવી પરિસ્થિતિ નથી જેને લઇને ખેડૂત આત્મવિલોપન કરવા માટે મજબૂર બન્યો છે ખેડૂત ના પેટ ઉપર પાટુ વાગતા ચીમકી ઉચારી આવતા 15 દિવસમાં કલેકટર કચેરીએ પરિવાર સાથે આત્મ વિલોપન કરવામાં આવશે
મહેશ કથિરીયા
બ્યુરો ચીફ જૂનાગઢ
દૂરદર્શી ન્યુઝ