DURDARSHI NEWS

Khabar Ek dum Sachi

નેત્રંગ તાલુકાની ૧૧૦ પ્રા.શાળામાં ૭૦ શિક્ષકોની જગ્યા વષૉથી ખાલી

Share to

* માધ્યમિક-ઉ.માધ્યમિક વિભાગમાં શિક્ષકો,ક્લાકૅ-કારકુન અને સેવકમિત્રોની અછત

* શિક્ષકોનો ઘટનો મુદ્દો સત્તાપક્ષ કે વિપક્ષની નેતાગીરી ઉઠાવશે તે પેચીદો પ્રશ્ન….?

જુન માસમાં નવા શૌક્ષણિક સત્રના પ્રારંભની સાથે રાજ્ય સરકાર દ્વારા શાળાપ્રવેશોત્સવ કાયઁકમ થકી શાળામાં નવા પ્રવેશ કરનાર વિધાર્થીઓને આવકાર આપવામાં આવે છે.અભ્યાસક્રમની લગતી તમામ સાધનસામગ્રીનું વિતરણ કરાય છે.મુખ્યમંત્રી લઇને ગ્રા.પંચાયતના સરપંચો સુધીના પદાધિકારીઓ-અધિકારીઓ આ કાયઁકમમાં જોડાય છે.જે આનંદની બાબત છે.નેત્રંગ તાલુકાની ૧૧૦ પ્રા.શાળા અને ૨૧ માધ્યમિક-ઉ.માધ્યમિક શાળામાં પણ શાળાપ્રવેશોત્સવના કાયઁકમની શાનદાર ઉજવણી કરવામાં આવી હતી.

નેત્રંગ તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં કાયઁરત ૧૧૦ પ્રા.શાળામાં ૭૦ શિક્ષકો અને ૨૧
માધ્યમિક-ઉ.માધ્યમિક હાઇસ્કુલમાં ગણિત,વિજ્ઞાન,અંગ્રેજી જેવા અગત્યના વિષયોના શિક્ષકોની ઘટ હોવાનું જાણવા મળ્યું છે.ક્લાકૅ-કારકુન અને સેવકમિત્રોની જગ્યા પણ વષૉથી ખાલી છે.તો શાળાપ્રવેશોત્સવના કાયઁકમમાં જવાબદાર પદાધિકારીઓ-અધિકારીઓ શિક્ષકોની ઘટ વિશે જાણવા મળ્યું હશે.મોટેભાગની પ્રા.શાળાઓ નેત્રંગ તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં કાયઁરત છે.પ્રા.શાળાઓમાં ૭૦ શિક્ષકોની ઘટ હોવાથી શૌક્ષણિક કાયઁ કેવી રીતે ચાલતું હશે,તપાસનો વિષય બન્યો છે..?

ઉલ્લેખનીય છે કે,નેત્રંગ તાલુકાની તમામ શાળાઓમાં શિક્ષકોની ઘટનો મુદ્દો રાજ્ય સરકાર સામે સત્તાપક્ષ કે પછી વિપક્ષની નેતાગીરી ઉઠાવશે તે લોકમુખે ચચાઁઇ રહ્યું છે.

*વિજય વસાવા નેત્રંગ*


Share to