.*દૂરદર્શી ન્યૂઝ સુરત માંડવી.*
સુરત જિલ્લાની માંડવી નગરપાલિકા વિસ્તારમાં ને.હા. ૫૬ પર આવેલ માંડવી તરસાડા (બાર) ને જોડતા પુલના એપ્રોચ રોડની સાઇડ વોલમાં ભારે ભંગાણ સર્જાયું છે, જેના કારણે ને.હા. 56બાધિત થવાની શક્યતાઓ છે. તાલુકા પંથક માં સતત ત્રણ દિવસથી અવિરત વરસી રહેલા વરસાદને કારણે સાઇડ વોલનું ધોવાણ થયું છે. ઉલ્લેખનીય છે કે, થોડા સપ્તાહ પહેલા જ સાઇડ વોલના નિર્માણ કાર્યમાં પત્થરોના બદલે બિનમંજુરિત માટીનો ઉપયોગ કરવામાં આવ્યો હોવાના અહેવાલો મળ્યા હતા.