સરકારી વિનયન અને વિજ્ઞાન કોલેજ, દેડિયાપાડા, જિ. નર્મદા ખાતે પ્રિન્સિપાલ ડૉ.અનિલાબેન કે. પટેલની માર્ગદર્શન હેઠળ કાયદાકીય જાગૃતિ અંગેના સેમિનારનું આયોજન કરવામાં આવ્યું
જે અંતર્ગત સમગ્ર ભારતમાં 1 જુલાઈ 2024 થી લાગુ પાડવામાં આવેલ ત્રણ નવા ક્રિમિનલ લો ભારતીય ન્યાય સંહિતા, ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા અને ભારતીય સાક્ષ્ય અધિનિયમ અંગે સંપૂર્ણ માહિતી મળી રહે તથા નવા કાયદાઓનો સમાજમાં પ્રચાર પ્રસાર થઈ રહે તે હેતુથી આ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. સરકારી વિનયન અને વિજ્ઞાન કોલેજ દેડિયાપાડાનાં ગ્રંથપાલ શ્રી સંજયભાઈ પરમાર દ્વારા પ્રાસંગિક ઉદબોધન આપવામાં આવ્યું હતું. પ્રાસંગિક ઉદબોધન બાદ પોલીસ સ્ટેશન દેડિયાપાડાનાં હેડ કોન્સટેબલ શ્રી જિતેન્દ્રભાઈ વસાવા દ્વારા કાયદા અંગે માહિતી આપવામાં આવી હતી. આ સેમિનારનાં સંયોજક શ્રી ડૉ. ચનાભાઈ ટાલીયા દ્વારા ICTનાં માધ્યમથી નવા કાયદામાં થયેલા સુધારા વધારા અને કેટલીક મહત્વની બાબતો વિશે માહિતગાર કર્યા તથા ગુગલ ફોર્મ દ્વારા ક્વિઝ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યુ હતુ. આ ક્વિઝ સ્પર્ધામાં પ્રથમ ક્રમાંક ૧. વસાવા રિતલબેન અમરસિંગભાઈ દ્વિતીય ક્રમાંક ૨. વૈષ્ણવ ક્રિષ્ના અને તૃતીય ક્રમાંક ૩. વસાવા વિવેકકુમારે પ્રાપ્ત કર્યો હતો. કાર્યક્રમનાં અંતે ડૉ. ધર્મેશકુમાર વણકર દ્વારા આભરવિધિ કરવામાં આવી હતી. આ કાર્યક્રમનું સંચાલન ડૉ. રીતેશભાઈ પરમાર દ્વારા કરવામાં આવ્યું હતું. કોલેજના તમામ અધ્યાપકશ્રીઓ અને વિદ્યાર્થીઓએ બહોળી સંખ્યામાં હાજર રહીને આ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.
રિપોર્ટર :જયદિપ વસાવા. દેડીયાપાડા