November 21, 2024

સાગબારા તાલુકાના બાળકોનો સુશોભિત બળદ ગાડાંની સવારી સાથે આંગણવાડીમાં પ્રવેશ

Share to

સાગબારા: નર્મદા જિલ્લામાં ત્રિ- દિવસીય પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવનો પ્રારંભ થયો છે. સાગબારા તાલુકામાં આંગણવાડીમાં પ્રવેશ કરી રહેલા બાળકોને આંગણવાડી કાર્યકર બહેનો દ્વારા શણગારેલાં બળદો અને સુશોભિત ગાડાંમાં બેસાડી બળદગાડાની સવારી સાથે આંગણવાડી કેન્દ્ર સુધી ભૂલકાંઓને લઈ જવાયા હતા. બાદમાં કંકુ તિલક કરી હોંશભેર કંકુ પગલાં સાથે બાળકોને આંગણવાડીમાં પ્રવેશ અપાયો હતો. સાગબારા તાલુકાના ગામોમાં શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમમાં ગાંધીનગરથી વન વિભાગના જી. રમન્ના મુર્થિ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. તેઓના હસ્તે આંગણવાડી નવા પ્રવેશ મેળવનાર બાળકોને યુનિફોર્મ તથા પ્રિ-સ્કૂલ કિટ અને દાતાઓ તરફથી મળેલાં રમકડાં વિતરણ કરવામાં આવ્યા હતા.


Share to

You may have missed