જૂનાગઢના વતની અરજદાર અજયભાઈ ગોહેલ ની દુકાનના ઓરીજનલ દસ્તાવેજની ફાઇલ ખોવાતા સીસીટીવી કેમેરાથી નેત્રમ શાખા જૂનાગઢ પોલીસ દ્રારા ગણતરીની ક્લાકોમાં શોધી કાઢ્યા

Share to



_જૂનાગઢ રેન્જના આઈજી શ્રી નિલેશ જાજડીયા સાહેબ* તથા જૂનાગઢ જીલ્લા પોલીસ વડા શ્રી હર્ષદ મહેતા સાહેબ* દ્વારા જૂનાગઢ જીલ્લાના તમામ થાણા અમલદારોને પ્રજા સાથે સોહાર્દપૂર્ણ વર્તન કરી મદદરૂપ થવા તેમજ પોલીસ સ્ટેશન ખાતે મદદ માટે આવતા લોકોને શક્ય તે મદદ કરી, પોલીસ પ્રજાનો મિત્ર છે,* એ સૂત્રને સાર્થક કરવા તમામ પ્રયત્નો કરવા ખાસ સૂચના કરવામાં આવેલ છે._

અરજદાર અજયભાઇ વિઠ્ઠલભાઇ ગોહેલ જૂનાગઢના વતની હોય, અજયભાઇ ઝાંસી સર્કલથી  ઝાંઝરડા રોડ તરફ જતા હોય તે દરમ્યાન તેમની અગત્યના ડોક્યુમેન્ટ્સની ફાઇલ રસ્તામાં ક્યાંક પડી ગયેલ હોય જે ફાઇલમાં અજયભાઇની દુકાનના ઓરીજનલ દસ્તાવેજ હોય.* અજયભાઇ જે રૂટ પરથી પસાર થયેલ તે રૂટ પર પણ તપાસ કરેલ પરંતુ ફાઇલ મળી આવેલ નહિ, હવે આગળ શું કરવું?? ફાઇલ કેવી રીતે શોધવી? અજયભાઇના દુકાનના ઓરીજનલ દસ્તાવેજ તે ફાઇલમાં હોય. અને ફાઇલ મળવી ખૂબ મુશ્કેલ હોય જે બાબતથી તેઓ ખૂબ વ્યથીત થઇ ગયેલ હતા આ બાબતની જાણ નેત્રમ શાખા (કમાન્ડ & કંટ્રોલ સેન્ટર)ના પી.એસ.આઇ. પી.એચ.મશરૂને કરતા નેત્રમ શાખા પોલીસ સ્ટાફ દ્રારા કાર્યવાહી હાથ ધરવામાં આવેલ._

જૂનાગઢ હેડ ક્વા. ડી.વાય.એસ.પી. એ.એસ.પટણી સાહેબના માર્ગદર્શન હેઠળ નેત્રમ શાખા (કમાન્ડ & કંટ્રોલ સેન્ટર) ના પી.એસ.આઇ પી.એચ.મશરૂ, એ.એસ.આઇ વર્ષાબેન વઘાસીયા, પો.કોન્સ સુખદેવભાઇ કામળીયા, વિજતભાઇ છૈયા, એન્જીનીયર નીતલબેન મહેતા સહીતની ટીમ દ્વારા જહેમત ઉઠાવી અજયભાઇ ગોહેલ પોતાની બાઇક લઇ જે રૂટ પરથી પસાર થયેલ તેનો સમગ્ર રૂટ વિશ્વાસ પ્રોજેક્ટ અંતર્ગત ઇન્સ્ટોલ કરવામાં આવેલ CCTV ફૂટેજની મદદથી ચેક કરતા અજયભાઇની દુકાનના ઓરીજનલ દસ્તાવેજની ફાઇલ ઝાંસી સર્કલ પાસે બાઇકમાંથી પડતી જણાય આવેલ છે. ત્યારબાદ તુરંત જ તે ફાઇલ એક અજાણ્યા બાઇક ચાલક દ્વારા ઉઠાવી લેવાનું ધ્યાને આવેલ નેત્રમ શાખાના પોલીસ સ્ટાફ દ્વારા તે અજાણ્યા બાઇક ચાલકનો આગળનો રૂટ ચેક કરી તે બાઇકના રજી. નં. GJ-11-CJ-0535 શોધેલ.*_

જૂનાગઢ નેત્રમ શાખાના પોલીસ સ્ટાફ દ્વારા તે અજાણ્યા બાઇક ચાલકનો સંપર્ક કરી પૂછપરછ કરતા તે ફાઇલ તેમની પાસે હોવાનું જણાવેલ. જૂનાગઢ નેત્રમ શાખાના પોલીસ સ્ટાફ દ્વારા અજયભાઇ ગોહેલની દુકાનના ઓરીજનલ દસ્તાવેજની ફાઇલ શોધી રીકવર કરી સહિ સલામત પરત અપાવવા માટે કરેલ તાત્કાલિક અને સવેંદનપૂણૅ કાર્યવાહીથી પ્રભાવિત થઈને અજયભાઇએ જણાવેલ કે તેમને આ ફાઇલ પરત મળે તેવી આશા પણ ના હતી, અને આટલી ઝડપથી આ ફાઇલ શોધી આપતા અજયભાઇએ જૂનાગઢ પોલીસનો ખૂબ આભાર વ્યક્ત કર્યો હતો….*_


જૂનાગઢ જીલ્લા પોલીસ વડા શ્રી હર્ષદ મહેતા સાહેબ દ્વારા સંવેદના પૂર્ણ કાર્યવાહી કરવા બદલ જીલ્લા નેત્રમ શાખા (કમાન્ડ & કંટ્રોલ સેન્ટર) પોલીસ ટીમને અભિનંદન આપેલ હતા. આમ, નેત્રમ શાખાના પોલીસ સ્ટાફ દ્વારા અજયભાઇ ગોહેલની દુકાનના ઓરીજનલ દસ્તાવેજની ફાઇલ ગણતરીની ક્લાકોમાં શોધી પરત અપાવી, સુરક્ષા સાથે સેવાનું ઉત્તરદાયિત્વ નિભાવી “પોલીસ પ્રજાનો મિત્ર છે” એ સૂત્રને સાર્થક કરવામાં આવેલ છે.


મહેશ કથિરીયા
બ્યુરો ચીફ જૂનાગઢ
દૂરદર્શી ન્યુઝ


Share to