વડોદરામાં પોલીસના મારથી યુવકનું મોત, બે પોલીસકર્મી સહિત ત્રણ સામે હત્યાનો ગુનો દાખલ

Share toવડોદરા: વડોદરામાં પોલીસના મારથી યુવકનું મોત નીપજ્યું છે. આ મામલે બે પોલીસકર્મી સહિત ત્રણ સામે હત્યાનો ગુનો દાખલ કરાયો છે. સયાજીગંજ પોલીસ પર યુવકને માર મારવાનો આરોપ છે. લાંબી સારવાર બાદ ઘાયલ યુવકે દમ તોડ્યો હતો.

લાંબી સારવાર બાદ લારી ચલાવતા યુવકનું મોત નીપજ્યું છે. ફૈઝાન શેખ નામના વ્યક્તિને માર મારવામાં આવ્યો હતો. આ કેસમાં LRD મહંમદ મુબશશિર સલીમ, રઘુવીર, PCR વાન ચાલક કિસન પરમાર સામે IPCની કલમ 302 ઉમેરાઈ છે.

બે પોલીસકર્મી અને PCR વાન ચાલકે ફૈઝાન શેખને માર માર્યા બાદ રોડ પર ઢસડ્યો હોવાનો આરોપ છે. માર માર્યા બાદ ઘાયલ ફૈઝાન ઘણા સમયથી પથારીવશ હતો. જ્યાં પહેલી જૂને તેનું સારવારમાં મોત થયુ હતું. ફૈઝાનના મોત બાદ પરિવારે પેનલ પોસ્ટમોર્ટમ કરવાની માગ કરી છે.


Share to