રિપોર્ટર / સતીશ વસાવા ઝગડીયા DNS NEWS
ઝઘડિયા તાલુકામાં વધુ એક જીવલેણ અકસ્માત-ગોવાલી ગામે હાઇવાની અડફેટે ૭૬ વર્ષીય વૃધ્ધનું મોત
ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકામાંથી પસાર થતા ધોરીમાર્ગ સહિત અન્ય ગ્રામ્ય માર્ગો પર દિવસેદિવસે અકસ્માતોની સંખ્યામાં વધારો થઇ રહ્યો છે. તાલુકામાંથી પસાર થતા ધોરીમાર્ગ ઉપરાંત અન્ય ગ્રામ્ય માર્ગો પર મોટામોટા ખાડાઓ પડીને માર્ગો બિસ્માર બની રહ્યા હોઇ લોકો બિસ્માર માર્ગોને લઇને હાલાકિ ભોગવી રહ્યા છે ત્યારે દિવસેદિવસે તાલુકામાં વધી રહેલા અકસ્માતો પણ ચિંતાજનક બન્યા છે. તાલુકામાં છાસવારે સર્જાતા અકસ્માતો પૈકી ઘણા અકસ્માતોમાં કેટલીય માનવજીંદગીઓના ભોગ લેવાયા છે. તાલુકામાં બેફામ દોડતા મોટા વાહનો અકસ્માત સર્જતા હોઇ નિયમભંગ કરીને દોડતા વાહનચાલકો પર તંત્રએ લાલઆંખ કરીને તેમને જરૂરી નિયમોનું ભાન કરાવવા આગળ આવવાની જરૂર જણાય છે. ત્યારે તાલુકાના ગોવાલી ગામે એક હાઇવા ટ્રકે અડફેટમાં લેતા ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયેલ ૭૬ વર્ષીય વૃધ્ધનું કરૂણ મોત નીપજ્યું હતું. આ અંગે મળતી વિગતો મુજબ ગોવાલી ગામે રહેતા ભગાભાઇ ઠાકોરભાઇ પાટણવાડીયા પશુપાલનનો વ્યવસાય કરતા હોઇ તેઓ ગતરોજ તા.૪ થીના રોજ ભેંસો ચરાવવા ગયા હતા. તેઓ ભેંસો ચરાવીને પાછા ફરતા હતા ત્યારે તે દરમિયાન બપોરના એક વાગ્યાના અરસામાં મુખ્ય રોડ પર એક હાઇવા ડમ્પરના ચાલકે તેનું વાહન રિવર્સમાં હંકારી લાવતા ભગાભાઇ પાટણવાડીયાને પાછળથી ટક્કર મારી હતી. આ અકસ્માતમાં ૭૬ વર્ષીય ભગાભાઇ પાટણવાડીયાના બન્ને પગ પર હાઇવાના વ્હિલ ચઢી જતા પગ છુંદાઇ ગયા હતા. ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયેલ ભગાભાઇને સારવાર માટે ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે લઇ જવાયા હતા,જ્યાં ફરજ પરના તબીબે તેમને તપાસીને મરણ પામેલ જાહેર કર્યા હતા. ઘટના સંદર્ભે મૃતકના પુત્ર દિલીપભાઇ પાટણવાડીયાએ અકસ્માત સર્જી તેનું વાહન ઘટના સ્થળે મુકીને નાશી ગયેલ હાઇવા ડમ્પરના ચાલક વિરૂધ્ધ ઝઘડિયા પોલીસમાં ફરિયાદ લખાવતા પોલીસે ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.
More Stories
*મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે આજે શિક્ષકદિન નિમિત્તે ગુરુવર્યો પ્રત્યેનું ઋણ ચૂકવવાની પરંપરાને અનુસરીને ‘શિક્ષક કલ્યાણ નિધિ’માં પોતાનો ફાળો અર્પણ કર્યો…*
*નલિયા પોલીસ સ્ટેશન દ્વારા તહેવારોને ધ્યાને લઈ શાંતિ સમિતિની બેઠક યોજાઈ.*
જુનાગઢ સીવીલ હોસ્પીટલમાં ચાલુ ફરજમાં ડોકટર ઉપર થયેલ હુમલાના આરોપીને સાથે રાખી બનાવ સ્થળનુ રી-કંટ્રકશન કરીને જુનાગઢ પોલીસે ગુન્હા સબંધે ઉંડાણપુર્વક તપાસ હાથ ધરી