September 4, 2024

*નલિયા પોલીસ સ્ટેશન દ્વારા તહેવારોને ધ્યાને લઈ  શાંતિ સમિતિની બેઠક યોજાઈ.*

Share to

*લોકેશન.નલિયા*

*અબડાસાના મુખ્ય મથક નલિયા પોલીસ સ્ટેશન ખાતે આગામી ગણેશ ચતુર્થી અને ઈદના પર્વને ધ્યાને લઈ નલિયા પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ પીએસઆઇ આઇ આર ગોહિલ દ્વારા શાંતિ સમિતિની બેઠક યોજવામાં આવી હતી.*

*જેમાં નલિયામાં કોઈ અનિચ્છનીય બનાવ બને નહીં તેનું ધ્યાન રાખવા અને શાંતિ સુલેહ નો ભંગ ન થાય તેવી તાકીદ કરવામાં આવી હતી.*

*તહેવારોને ધ્યાને લઈ ગણેશ મંડળના ખાસ સીસીટીવી કેમેરા લગાડવાનું સૂચન પોલીસ દ્વારા કરાયું હતું.*

*આ બેઠકમાં નલીયાના હિન્દુ મુસ્લિમ સમાજના આગેવાનો બહોળી સંખ્યામાં હાજર રહ્યા હતા.*

*સ્ટોરી રમેશભાઈ ભાનુશાલી નલિયા અબડાસા કચ્છ*


Share to

You may have missed