મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ રાજકોટ પહોંચ્યા, ઇજાગ્રસ્તો સાથે કરી વાત, સર્જાયા ભાવુક દ્રશ્યો

Share toરાજકોટ: શહેરના TRP ગેમઝોનમાં શનિવારે સાંજે વિકરાળ

આગની વિકરાળ દુર્ઘટનામાં 28 લોકોના મોત નીપજ્યા છે. મોતનો આંકડો હજુ પણ વધી શકે તેવી શક્યતાઓ જણાવવામાં આવી રહી છે. આ ગોઝારી ઘટનામાં રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી બાદ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ પણ ઘટના સ્થળે પહોંચ્યા છે.

સીએમ પટેલ સિવિલ હોસ્પિટલ પહોંચ્યા

રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ આ ગોઝારા ઘટના સ્થળે પહોંચ્યા છે.

જ્યાં તેઓ અધિકારીઓ પાસેથી માહિતી મેળવી રહ્યા છે. આ સાથે તેઓ રાજકોટ સિવિલ હોસ્પિટલ પણ પહોંચીને ઇજાગ્રસ્તો અને મૃતકોના પરિવારજનો સાથે મુલાકાત કરી હતી.

મોડી રાતે પહોંચ્યા હર્ષ સંઘવી

મોડીરાતે રાજકોટ પહોંચી ઘટનાસ્થળની મુલાકાત લઇને ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ આ દુર્ઘટના અંગે મીડિયા સાથે વાત કરી હતી. જેમા તેમણે જણાવ્યુ હતુ કે, TRP ગેમ ઝોનમાં જે દુર્ઘટના બની છે તેમાં અનેક લોકોએ પોતાના ભૂલકાઓ, માતા પિતા અને સ્વજનોને ગુમાવવા પડયા ઘટનાની જાણકારી મળતાની સાથે સાત મિનિટમાં પહેલી ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળ પર પહોંચી હતી. આ આગનું સ્વરૂપ ખૂબ વિકરાળ હતું. ખૂબ જ ઝડપે આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. ગેમ ઝોનની પરમિશન, ફાયર NOC બાબતે બેઠક રાખવામાં આવી છે. કાર્યવાહી કઈ રીતે વધુમાં વધુમાં વધુમાં રીતે કડક કરી શકાય તે બાબતે ચર્ચા વિચારણા કરવામાં આવશે.

એસઆઇટીની રચના કરાઇ

સાથે જ તાત્કાલિક એસઆઇટી ટીમની રચના પણ કરવામાં આવી છે. જેમાં સીઆઈડી ક્રાઇમના વડા સુભાષ ત્રિવેદીના વળપણ હેઠળ એસઆઇટી ટીમમાં ફાયર બ્રિગેડના અધિકારી એસ્ટેટ વિભાગના અધિકારી અને તેને સંલગ્ન તમામ ડિપાર્ટમેન્ટના અધિકારીઓને ઊંડાણપૂર્વક તપાસ કરવા જરૂરી સૂચનો પણ સરકાર દ્વારા કરવામાં આવ્યા છે. ત્યારે રાજકોટની આ ઘટના બાદ અમદાવાદ સહિત રાજ્યના તમામ જગ્યાએ આવેલા ગેમિંગ ઝોન નવી સૂચના ન મળે ત્યાં સુધી બંધ રહેશે.

મૃતકોના પરિજનોને ચાર લાખ અને ઈજાગ્રસ્તોને 50 હજારની સહાય

રાજકોટ અગ્નિકાંડમાં મૃતક પરિવારોને રાજ્ય સરકારે 4 લાખ રૂપિયા અને ઈજાગ્રસ્તોને 50 હજાર રૂપિયાની સહાયની જાહેરાત કરી છે. આ ઉપરાંત આ દુર્ઘટના મામલે સુભાષ ત્રિવેદીની આગેવાનીમાં સ્પેશ્યલ ઇન્વેસ્ટિગેશન ટીમ (SIT) ની રચના કરીને સમગ્ર ઘટનાની તપાસ સોંપવામાં આવી છે.


Share to