November 21, 2024

જૂનાગઢના અક્ષર જ્વેલર્સ માંથી 25 લાખના સોનાની ચોરી કરનાર ત્રણ આરોપીને જુનાગઢ પોલીસે પકડી પાડીયા

Share to




જુનાગઢ, છાયાબજાર, “અક્ષર જવેલર્સ” ખાતેથી ચોરી કરનાર કુલ-ત્રણ ઇસમોને કુલ સોનુ-૩૭૭.૭૩ ગ્રામ કિ.રૂ.૨૫,૭૬,૭૫૩/- તથા રોકડ રકમ રૂ.૪,૫૦,૦૦૦/- તથા મોબાઇલ નંગ-૦૩ ,કિ.રૂ.૧,૨૫,૦૦૦/- મો.સા.-૦૧ કિ.રૂ.૩૦,૦૦૦/- મળી કુલ મુદામાલ કિ.રૂ.૩૧,૮૧,૭૫૩/-ના મુદામાલ સાથે પકડી પાડતી જુનાગઢ “એ” ડિવીઝન પોલીસ

જુનાગઢ વિભાગ-જુનાગઢ રેન્જના પોલીસ મહાનિરીક્ષક  નિલેષ જાજડીયા સાહેબ અને પોલીસ અધિક્ષક  હર્ષદ મહેતા સાહેબ દ્વારા મીલ્કત સંબધી ગુન્હા જેવા કે ચોરી, ચીલઝડપ, ધરફોડ, લુટ, વિશ્વાસઘાત અને છેતરપીંડી જેવા ગુન્હા બનતા અટકે અને આ પ્રકારના ગુન્હા બને તો કેવી રીતે તાત્કાલીક આરોપીને પકડી અને તેની પાસેથી મુદામાલ પરત મેળવી ફરીયાદીને ન્યાય અપાવી શકાય તે હેતુથી અવાર-નવાર સલાહ/સુચનો આપવામાં
આવેલ હોય

જુનાગઢના નાયબ પોલીસ અધિક્ષક  હિતેષ ધાંધલ્યા સાહેબના સીધા માર્ગદર્શન હેઠળ ફરીયાદી  સુનીલભાઇ ધીરજલાલ રાજપરા સૌની રહે.રાયજીબાગ, જુનાગઢ વાળાએ પોતાના “અક્ષર જવેલર્સ” ખાતેથી પોતાના મેનેઝરે કોઇ પણ સમયે કોઇ પણ રીતે કુલ સોનુ ૧૨૮૨.૦૭ ગ્રામ જેની હાલની બજાર કિ.રૂ.૯૧,૦૦,૦૦૦/- ની છેતરપીંડી, વિશ્વાસઘાત કરેલ હોય વિ. મતલબે જાહેરાત આપતા સદર બાબતે જુનાગઢ “એ” ડિવી.પો.સ્ટેમાં આઇ.પી.સી.કલમ, મુજબ ગુનો રજી. કરી  આગળની તપાસ જુનાગઢ ‘એ’ ડિવી. પો.સ્ટે. ના પોલીસ ઇન્સ્પેકટર  વી.જે.સાવજ સાહેબે જાતેથી સંભાળી ગુન્હા નિવારણ શાખાના પો.સ.ઇ.  ઓ.આઈ.સીદી સાહેબ તથા પો.સ્ટાફને ટીમ વર્ક કરી આ કામના આરોપી તથા મુદામાલ તાત્કાલીક પકડી પાડવા માટે જરૂરી સુચના તથા માર્ગદર્શન આપતા ગુન્હા નિવારણ શાખાના એ.એસ.આઇ. સરતાજ સાંધ તથા પો.કોન્સ. રામભાઈ ચાવડા તથા સાજીદખાન બેલીમ નાઓએ હ્યુમન તથા ટેકનીકલ શોર્સના માધ્યમથી અંગત રીતે બાતમી હકીકત મેળવી આ કામે કુલ ત્રણ આરોપીઓને પકડી પાડી કુલ મુદામાલ કિ.રૂ.૩૧.૮૧,૭૫૩/- રીકવર કરેલ હોય અને આ કામની આગળની તપાસ તજવીજ જુનાગઢ ‘એ’ ડિવી.પો.સ્ટે. ના પોલીસ ઇન્સ્પેકટર શ્રી વી.જે.સાવજ સાહેબે જાતેથી સંભાળેલ છે.

{૧} પકડાયેલ આરોપી
(૧) મયુર ઉર્ફે મીલન સ/ઓ નાનજીભાઇ હરદાસભાઈ વાઘેલા . મધુરમ, બાથપાસ, મંગલધામ, જુનાગઢ
(૨) કલ્પેશ ઉર્ફે કલ્પરાજસિંહ દિપસિંહભાઇ નકુમ ગાંધીગ્રામ, સરકારી ગોડાઉનની બાજુમાં. નવદીપ ટેનામેન્ટ,
જુનાગઢ મુળ .ગામ ભુવાટીબી તા.સુત્રાપાડા જી.ગીર સોમનાથ
(૩) ભૌમીક મહીપતભાઈ પરમાર સોરઠીયા રજપુત . ટીંબાવાડી. દીપાંજલી-૨, આનંદનગર-૦૨. જુનાગઢ
(૨) આરોપીઓ તથા સાહેદો પાસેથી કબ્જે કરવામાં આવેલ મુદામાલ-
(૧) સોનુ-૩૭૭.૭૩ ગ્રામ કિ.રૂ.૨૫,૭૬.૭૫૩/- તથા
(૨) રોકડ રકમ રૂ.૪.૫૦,૦૦૦/- તથા
(3) મોબાઇલ નંગ-૦૩ કિ.રૂ.૧,૨૫,૦૦૦/-તથા (૪) મો.સા.-૦૧ કિ.રૂ.૩૦,૦૦૦/- આરોપી નં.૧ મયુર ઉર્ફે મીલન સ/ઓ નાનજીભાઇ હરદાસભાઈ વાઘેલા નાઓ “અક્ષર જવેલર્સ”ખાતે લાંબા સમયથી મેનેઝર તરીકે કામ કરતા હોય જેથી તેમની જરૂરીયાત મુજબનું ગ્રોસ વજનનું કાચુ સોનુ તેમને સોપવમાં આવતું હોય અને તે કાચા સોના પૈકી પોતાની નીચે કામ કરતા કારીગરોને “અક્ષર જવેલર્સ” ખાતે આવતાઓર્ડર મુજબના સોનાના દાગીના બનાવવા માટે જરૂરીયાત મુજબનુ કાચુ સોનુ કારીગરને આપવાનુ થતુ હોય અને તમામ લેતીદેતી અંગેની નોંધ તથા સ્ટોક અંગેની નોંધ પોતાએ “અક્ષર જવેલર્સ” ના ઓનલાઈન સોફ્ટવેરમાં રાખવાની હોય પરંતુ પોતે અલગ-અલગ કારીગરોના સ્ટોકમાં વધુ સોનાનો સ્ટોક બતાવી પોતાનો સ્ટોક મેનેઝ કરી તે કાચુ સોનુ આરોપી નં.ર કલ્પેશ ઉર્ફે કલ્પરાજસિંહ દિપસિંહભાઇ નકુમ નાઓને સસ્તા ભાવે વેચાણે આપી આરોપી નં.ર નાઓ સસ્તા ભાવે ખરીદી કરી આરોપી નં.૩ ભૌમીક મહીપતભાઈ પરમાર સોરઠીયા રજપુત નાઓ કે જે કેપ્રી ગોલ્ડ તથાઆઇ.આઇ.એફ.એલ. જેવી ફાઇનાન્સ કંપનીઓમાં મેનેજર તરીકે કામ કરતા હોય તેઓને વેચાણે આપી આરોપી નં.૩નાઓ સદર સોનુ કેપ્રી ગોલ્ડ તથા આઇ.આઇ.એફ.એલ. ના કસ્ટમરોનુ ઓકશનનુ સોનુ હોવાનું બતાવી આ કામના સાહેદોને બજારભાવે વેચાણ કરતા હતા.

{૪} પકડાયેલ આરોપીઓના ગુન્હાહીત ઇતીહાસ.-(૧) મયુર ઉર્ફે મીલન સ/ઓ નાનજીભાઇ હરદાસભાઈ વાઘેલા:-રાજકોટ શહેર યુનીર્વસીટી પો.સ્ટેમાં.  આઇ.પી.સી..ક.મુજબ(૨ ) કલ્પેશ ઉર્ફે કલ્પરાજસિંહ દિપસિંહભાઇ નકુમ:-
ગીર સોમનાથ. સુત્રાપડા પો.સ્ટે.માં આઇ.પી.સી. ક.મુજબ

જુનાગઢ  ‘એ’ ડિવી.પો.સ્ટે.ના પો.ઇન્સ. વી.જે.સાવજ તથા ગુન્સ નિવારણ શાખાના પો.સ.ઈ. ઓ.આઇ. સીદી તથા એ.એસ.આઇ. સરતાજ સોધ તથા પો.હેડ.કોન્સ. કિરણ રાઠોડ તથા પો.કોન્સ. સમભાઈ ચાવડા તથા સાજીદખાન બેલીમ તથા જિગ્નેશભાઇ શુકલા તથા જુવાન લાખણોત્રા તથા વીક્રમ છેલાણા તથા નરેન્દ્ર બાલસ તથા ભરત ઓડેદરા તથા નીલેષ રાતીયા પોલીસ દ્વારા ચોરી કરનાર આરોપી ચોરને પકડી પાડ્યો હતો

મહેશ કથિરીયા
બ્યુરો ચીફ જૂનાગઢ
દૂરદર્શી ન્યુઝ


Share to

You may have missed