અમદાવાદ: ગુજરાતના અનેક જિલ્લાઓમાં અચાનક
વાતાવરણમાં પલટો આવ્યો છે. ગરમીની સીઝનમાં ચોમાસું આવી ગયું હોય તેવો ઘાટ સર્જાયો છે. રાજ્યના અનેક જિલ્લાઓમાં આજે ગાજવીજ સાથે વરસાદ પડ્યો છે. અમદાવાદ સહિત અનેક શહેરોમાં સોમવારે બપોર બાદ અચાનક વરસાદ પડ્યો હતો. આ વચ્ચે હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ આગામી ત્રણ દિવસ વરસાદની આગાહી કરી છે.
હવામાન નિષ્ણાંતની આગાહી
હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ મોટી આગાહી કરી છે. હજુ ત્રણ દિવસ રાજ્યમાં પવન સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે. ગાજવીજ સાથે રાજ્યના અનેક જિલ્લાઓમાં વરસાદ પડવાનો છે. હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ 14, 15 અને 16 મે ત્રણ દિવસની આગાહી કરી છે.
હવામાન નિષ્ણાંતે કહ્યું કે રાજકોટ, ભાવનગર, સહિત રાજ્યમાં અન્ય જગ્યાએ આગામી ત્રણ દિવસ વરસાદ પડવાનો છે. પરેશ ગોસ્વામીએ કહ્યું કે, આગામી ત્રણ દિવસ પવન સાથે વરસાદની શક્યતા છે. તેમણે કહ્યું કે, જ્યાં વરસાદ પડશે ત્યાં ભારે પવન પણ જોવા મળવાનો છે. તેમણે કહ્યું ખાસ કરીને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ પડી શકે છે.
ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં પણ આગામી ત્રણ દિવસમાં વરસાદ પડવાનો છે. તેમણે કહ્યું કે ગુજરાતમાં વરસાદ પડ્યો તેની સિસ્ટમ મહારાષ્ટ્રમાં બની હતી. આ પ્રિ-મોન્સૂન એક્ટિવિટી થઈ રહી છે. જે થન્ડર સ્ટોર્મના રૂપમાં રાજ્યમાં વરસાદ પડી રહ્યો છે. આગામી ત્રણ દિવસ પણ પવન, ગાજવીજની સાથે વરસાદ પડવાનો છે. તેમણે કહ્યું કે કચ્છમાં 14 અને 15ના વરસાદની સંભાવના છે.
ક્યાંક ભારે પવન સાથે ધોધમાર વરસાદ, ધૂળની ડમરીઓ ઊડી, ગુજરાતના વાતાવરણમાં પલટો
કમોસમી વરસાદથી ખેડૂતોને નુકસાન
ગુજરાતમાં કમોસમી વરસાદના કારણે અનેક ઉનાળો પાકોને નુકસાન પહોંચ્યું છે.. કેરી સહિતના પાકો પકવતા ખેડૂતો માટે આ અણધારી આફત સમાન છે.. કેમ કે, કમોસમી વરસાદના કારણે પાકોમાં જીવાત અને બગડવાના કારણે મોટું નુકસાનની ભીતિ સેવાય રહી છે.. સૌથી વધારે કેરીને નુકસાન થશે.. હવામાનને કારણે કેરીના ઝાડ પરથી કાચી કેરી ઉતરવાની તેમની નોબત આવી છે.. આ વખતે અંદાજિત 50 ટકા જેટલા કેરીના ઝાડમાં કેરી નથી આવી તો બીજી બાજુ હવામાન વિભાગની વરસાદની આગાહીના કારણે ખેડૂતો પણ ચિંતામાં મૂકાયા છે.
More Stories
જુનાગઢ પોલીસ અધિકક્ષ હર્ષદ મહેતા સાહેબ દ્વારા જરૂરિયાતમંદો તેમજ જાહેર જનતા માટે કાયમ માટે માનવતાની મહેક કેન્દ્રનો નો પ્રારંભ કરવામાં આવ્યો
સ્વછતા હી સેવા અંતર્ગત શ્રેષ્ઠ કામગીરી કરવા બદલ પ્રમાણ પત્ર આપી સન્માન કરવામાં આવ્યું
માનનીય કલેકટરશ્રી કચ્છના આદેશ મુજબ ભાચાઉ પ્રાંત અધિકારીશ્રી બાલમુકુંદ સૂર્યવંશી તથા મદદનીશ નિયામકશ્રી (ફ્લાઈંગ સ્કવોર્ડ) મેહુલ શાહ તથા તેઓની તપાસ ટીમ દ્વારા