ભેસાણ ના છોડવડી ગામ પાસે આવેલ સાદીયાવાવ ગામ ખાતે રાધેશ્યામ ગૌશાળા ખાતે ગૌમાતાને રાષ્ટ્રીય દરજ્જો આપવા માટે 41 દિવસનો હોમહાત્મક યજ્ઞ કરાયો

Share to




જુનાગઢ ના ભેસાણના તાલુકાના  છોડવડી ગામ પાસે આવેલ સાદીયાવાવ પાસે રાધે શ્યામ ગૌશાળા ખાતે 41 દિવસનો 12 યજમાનો ની જોડી સાથેનો ગૌ યજ્ઞ અને ગૌકથાનું ભવ્ય આયોજન કર્યું જેમાં દરરોજ 10 કિલો ગાયનું ઘી હોમે યજ્ઞની આહુંતી આપવામાં આવે છે આ સાથે ૪૧ દિવસના યજ્ઞમાં ગૌમાતાને ગાય માતાને રાષ્ટ્રીય દરજો આપવા માટે ૪૧મા દિવસે સૌરાષ્ટ્ર ભરવાથી ગૌરક્ષકો ગૌ સેવકો સાધુ સંતો આ આશ્રમ ખાતે આવનાર હોય અને ગૌમાતાને રાષ્ટ્રીય દરજ્જો અપાવવાના હોય તે માટે ૪૧ દિવસનું યજ્ઞ કરવામાં આવેલ છે જેમાં તારીખ 16 ના રોજ ભવ્ય સંતવાણી નો કાર્યક્રમ રાત્રિના રાખેલ છે જેમાં લાખણશી ગઢવી તેમજ બાળ કલાકાર સાથે ભજન ભોજન નો કાર્યક્રમ પણ રાખેલ છે જેમાં 18 તારીખે રાત્રિના પ્રખ્યાત કાનગોપી નું મંડળ પણ આવશે જેમાં હજારોની સંખ્યામાં સાધુ સંતો તેમ જ ગલથ છોડવડી રફાળીયા ભેસાણ વાડિયા મોરવાડા સહિતના ગામના લોકો હાજરી હજારોની સંખ્યામાં આપશે આ તમામ કાર્યક્રમનું આયોજન આશ્રમના મહંત શ્રી ભગવતી ચરણદાસજી ગુરુ શ્રી સંતદાસજી ગિરનારી મહારાજ દ્વારા કરવામાં આવ્યું છે તો દરેક ધર્મપ્રેમી જનતાને આ શુભ પ્રસંગે યજ્ઞ દર્શન તેમજ ભોજન પ્રસાદ લેવા માટે પધારવા આમંત્રણ આપવામાં આવ્યું છે

મહેશ કથિરીયા
બ્યુરો ચીફ જૂનાગઢ
દૂરદર્શી ન્યુઝ


Share to