ઝઘડિયા તાલુકામાં ઇદ ઉલ ફિત્રની પરંપરાગત ઉત્સાહમય માહોલ વચ્ચે ભવ્ય ઉજવણી

Share to

ઝઘડિયા રાજપારડી ઉમલ્લા સહિતના મુસ્લિમ વસતિ ધરાવતા ગામોએ મુસ્લિમોએ ઇદની નમાજ પઢીને દુઆઓ માંગી

પ્રતિનિધિ / સતીશ વસાવા ઝગડીયા DNS NEWS


આજે ઇદના તહેવારની સર્વત્ર ઉત્સાહમય માહોલ વચ્ચે ભવ્ય ઉજવણી થઇ હતી. ભરૂચ જિલ્લાના અન્ય વિસ્તારો સહિત ઝઘડિયા તાલુકામાં પણ મુસ્લિમ બિરાદરોએ પરંપરાગત ઉત્સાહમય માહોલ વચ્ચે ઇદના તહેવારની ભવ્ય ઉજવણી કરી હતી. તાલુકાના ઝઘડિયા,સુલતાનપુરા, લિમોદરા, દધેડા,કપલસાડી, વણાકપોર,ઇન્દોર,વેલુગામ, ભાલોદ, તરસાલી,રાજપારડી, ઉમલ્લા, સહિતના મુસ્લિમ વસતિ ધરાવતા ગામોએ વહેલી સવારથીજ મુસ્લીમ બિરાદરો ઇદની ઉજવણીમાં વ્યસ્ત જણાયા હતા.

ઉલ્લેખનીય છે કે પવિત્ર રમઝાન માસનો ચાંદ દેખાયા બાદ શરૂ થતાં રમઝાન માસમાં મુસ્લિમો આખા મહિના દરમિયાન રોજા (ઉપવાસ) રાખે છે. પવિત્ર રમઝાન માસ પુરો થતાં બીજા દિવસે ઇદનું પર્વ મનાવવામાં આવે છે. ઇદ એટલે ખુશીનું પર્વ. ઇદનો તહેવાર ઉમંગ અને ભાઇચારાનો સંદેશ લઇને આવતું પર્વ છે. આજરોજ ઝઘડિયા તાલુકાના મુસ્લીમ વિસ્તારોમાં ઇદનો તહેવાર પરંપરાગત ઉત્સાહ અને ભાઇચારાથી મનાવાયો હતો. ઇદના તહેવાર નિમિત્તે મસ્જિદોમાં મુસ્લિમોએ ઇદની ખાસ નમાજ અદા કરી હતી. નમાજ બાદ મસ્જિદોમાં દુઆઓ માંગવામાં આવી હતી. શાંતિ પ્રેમ ભાઇચારા અને ખુશીનો પયગામ લઇને આવનાર ઇદના પર્વને ઝઘડિયા તાલુકા સહિત સમગ્ર ભરૂચ જિલ્લામાં પરંપરાગત ઉત્સાહથી મનાવાયું હતુ.


Share to