September 7, 2024

ભોટનગર ગામની સીમ માંથી પસાર થતી JTCO ની થીફેઝ લાઇનમા શોટઁસકિઁટ થતા આગ લાગતા.આદિવાસી ખેડુતો ના પશુનો ધાસચારો,ખાતર બળીને ખાખ, ધરના પાછળના ભાગે આગ લાગતા પશુઓનો આબાદ બચાવ.

Share to



લાલમંટોડી પ્રા.શાળામાં આગ લાગતા ભારે દોડધામ



પ્રતિનિધિ દ્રારા નેત્રંગ. તા.૧૨-૦૪-૨૪.

નેત્રંગ  પંથક મા છેલ્લા ત્રણ ચાર દિવસથી  શોટઁસકિઁટ ના કારણે આગ લાગવાના બનાવો બનતા પ્રજામા ભયનો માહોલ છવાઈ ગયો છે.
નેત્રંગ તાલુકાની અરેઠી ગામે આવેલ પ્રાથમિક શાળાના આચાર્ય ના ઓરડામા બે દિવસ પહેલાજ રાત્રિના સમયે આગમ્ય કારણોસર શોટઁસકિઁટ થી આગ થી ઓરડામા મુકેલ કોમ્પ્યુટર સેટ સહિત જરૂરી કાગળ પત્રકો બળીને ખાખ થઈ ગયા હતા, જ્યારે બીજા બનાવમા નેત્રંગ નગર મા લાલમંટોડી વિસ્તાર મા આવેલ પ્રાથમિક શાળામા ગઇ કાલે ઓચિંતાની આગ લાગી હતી. જે નજીક રહીશોના દયાન પર આવતા તાત્કાલિક આગને ઓલવી નાંખી હતી સદનશીબે ઈદ ની રજા હોવાથી કોઈ મોટી ધટનાધટીન હતી.
નેત્રંગ તાલુકાના ભોટનગર ગામની સીમ માંથી જેટકો ની થીફેઝ લાઇન પસાર થઇ છે. જેમા ગઈ કાલે બપોર ના સમયે શોટઁસકિઁટ થતા ભોટનગર ગામના આદિવાસી ખેડૂત ગુણવંતભાઈ વસાવાના ખેતરમા પશુઓ માટે એકત્ર કરેલ ધાસચારો તેમજ છેલ્લા ત્રણ વર્ષ થી એકત્ર કરેલ છાણીયુ ખાતર બળીને ખાખ થઇ ગયુ હતુ, ખેતરમા પશુઓને બાંધવા માટેના ધરના પાછળના ભાગે પણ આગ લાગતા, સમય સુચકતા થી બાંધેલા પશુઓને બચાવી લીધા હતા. થીફેઝ લાઇનમા થયેલ શોટઁસકિઁટ થી  અન્ય ખેડુતોના ખેતરોમા પણ આગ લાગી હોવાનુ જણાવા મળેલ છે.

*વિજય વસાવા નેત્રંગ*


Share to

You may have missed