December 22, 2024

જુનાગઢ ચેટ્ટીચાંદ તહેવાર શોભાયાત્રા શાંતીપુર્ણ વાતાવરણમાં ઉજવાય તેમાટે પોલીસ અધિક્ષક હર્ષદ મહેતા પેટ્રોલીંગ કરી બંદોબસ્તમાં જોડાઈને ચેટીચાંદની શુભેચ્છાઓ પાઠવી

Share to



જૂનાગઢ માં સીંધી સમાજના લોકો દ્વારા આયોજીત ચેટીચાંદ તહેવાર નીમીતે કાઢવામાં આવેલ શોભાયાત્રા દરમ્યાન પોલીસ અધિક્ષક સાહેબશ્રી હર્ષદ મહેતા સાહેબ તથા ના.પો.અધિ.શ્રી જૂનાગઢ તથા એ ડીવીઝન પો.સ્ટે. તથા બી ડીવીઝન તથા સી ડીવીઝન પો.સ્ટે.ના અધિકારી તથા કર્મચારીઓ દ્વારા તેમજ કોઇ અનિચ્છિનય બનાવ ન બને હેતુથી ચુસ્ત બંદોબસ્ત જાળવવામાં આવેલ તેમજ સમગ્ર રૂટ બંદોબસ્ત દરમ્યાન પોલીસ અધિક્ષક સાહેબશ્રી દ્વારા જાતેથી હાજર રહિ સુપરવિજન જાળવી સતત ફુટ પેટ્રોલીંગ કરી શાંતીપુર્ણ વાતાવરણમાં ચેટીચાંદ તહેવારનો બંદોબસ્ત પુર્ણ કરવામાં આવેલ. તેમજ તમામ સીંધી સમાજના ભાઇઓને ચેટીચાંદની શુભેચ્છાઓ પાઠવવામાં આવેલ. જે બાબતે તમામ સીંધી સમાજ દ્વારા પોલીસ અધિક્ષક સાહેબશ્રીનુ આભાર માની તેઓશ્રીનુ સન્માન કરવામાં આવેલ.

મહેશ કથિરીયા
બ્યુરો ચીફ જૂનાગઢ
દૂરદર્શી ન્યુઝ


Share to

You may have missed